Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ધમાલ ૪' 10 જુલાઈએ રિલીઝ, એશા ગુપ્તા બોલ્યા: ફરી ટીમ સાથે કામ કરવાનો અનુભવ રહ્યો અદ્ભુત

'ધમાલ ૪' 10 જુલાઈએ રિલીઝ, એશા ગુપ્તા બોલ્યા: ફરી ટીમ સાથે કામ કરવાનો અનુભવ રહ્યો અદ્ભુત

'ધમાલ ૪' ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ દેશભરમાં રિલીઝ થશે મારા માટે ફરી એક વખત ફિલ્મ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો : એશા ગુપ્તા ધમાલ ફ્રેન્ચાઇઝીની અગાઉની ફિલ્મમાં એશા ગુપ્તા અને અજય દેવગનની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ પસંદ કરી હતી એશા ગુપ્તાએ આગામી કોમેડી ફિલ્મ ધમાલ ૪માં પોતાનાં કમબૅકને લઈને ખુશી વ્યક્ત કરી છે. એશાએ જણાવ્યું કે આ ફિલ્મમાં ફરી કામ કરવાનો અનુભવ તેનાં માટે ખુબ જ યાદગાર રહ્યો છે અને આખી ટીમ સાથે ફરી જાેડાવું તેમના માટે ખાસ રહ્યું છે.એશા ગુપ્તાએ જણાવ્યું કે જીવનના આ તબક્કે તે માત્ર એવા લોકો સાથે કામ કરવા માંગે છે, જેમની સાથે કામ કરવાની મજા આવે.

તેણે કહ્યું, "સાચું કહું તો આ અનુભવ અદ્ભુત રહ્યો. હવે હું જીવનના એવા તબક્કે છું જ્યાં હું માત્ર સારા લોકો સાથે જ કામ કરવા માંગું છું. કુમારજી અને ઇન્દ્રાજીનો ફોન આવ્યો કે 'ધમાલ ૪' બનાવી રહ્યા છીએ અને તમારે તેનો ભાગ બનવાનું છે. ટી-સીરીઝ, અજય, અર્શદ અને સમગ્ર ટીમ સાથે ફરી કામ કરવાની તક મળવી મારા માટે ખુશીની વાત હતી.

મારા અને મારી ટીમ માટે આ ફરી એકવાર શાનદાર અનુભવ રહ્યો."ધમાલ ફ્રેન્ચાઇઝીની અગાઉની ફિલ્મમાં એશા ગુપ્તા અને અજય દેવગનની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ પસંદ કરી હતી. હવે બંને ફરી ધમાલ ૪માં સાથે જાેવા મળશે, જેને ફિલ્મનું એક મોટું આકર્ષણ માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને એશા ગુપ્તા ઉપરાંત અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય મિશ્રા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પેટકર અને રવિ કિશન મહત્વમા રોલમાં જાેવા મળશે. હાસ્ય અને મનોરંજનથી ભરપૂર 'ધમાલ ૪' ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ દેશભરમાં રિલીઝ થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti