Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિગ્ગજ ડિરેક્ટર વિજય આનંદે પોતાની જ ભાણી સાથે કર્યા હતા લગ્ન, 1978નો વિવાદ ફરી ચર્ચામાં

દિગ્ગજ ડિરેક્ટર વિજય આનંદે પોતાની જ ભાણી સાથે કર્યા હતા લગ્ન, 1978નો વિવાદ ફરી ચર્ચામાં

બોલીવુડનો સૌથી મોટો વિવાદ હિટ ફિલ્મો આપનાર દિગ્ગજ ડિરેક્ટરે પોતાની જ સગી ભાણી સાથે કર્યા હતા લગ્ન! ૧૯૭૮માં ફિલ્મ 'રામ બલરામ'ના શૂટિંગ દરમિયાન તેમણે લગ્ન કરવાનો અંતિમ ર્નિણય લીધો જ્યારે જ્યારે બોલીવુડના સુવર્ણ યુગના શ્રેષ્ઠ અને દીર્ઘ દ્રષ્ટિથી ભરેલા ર્નિદેશકોની વાત કરવામાં આવે ત્યારે તે યાદીમાં વિજય આનંદનું નામ ખૂબ આદરથી લેવાય છે.

'ગાઇડ', 'તીસરી મંઝિલ' અને 'જ્વેલ થીફ' જેવી અમર અને સુપરહિટ ફિલ્મો આપનાર આ દિગ્ગજ ડિરેક્ટરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો 'ગોલ્ડી'ના હુલામણા નામથી ઓળખતા હતા.તેઓ દેવ આનંદ અને ચેતન આનંદના સૌથી નાના ભાઈ હતા. જાેકે, એક ર્નિદેશક તરીકે તેમનું કરિયર જેટલું શાનદાર અને સિદ્ધિઓથી ભરેલું રહ્યું, તેમનું અંગત જીવન એટલું જ વિવાદોથી ઘેરાયેલું હતું. ખાસ કરીને વર્ષ ૧૯૭૮માં તેમણે પોતાની સગી ભાણી સુષ્મા સાથે લગ્ન કરીને આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો, જે તેમના જીવનનો સૌથી મોટો વિવાદ બની રહ્યો.વિજય આનંદ અને સુષ્મા વચ્ચેનો આ સંબંધ તે સમયના સમાજની કલ્પના બહારનો હતો. સુષ્મા વિજય આનંદની મોટી બહેનની દીકરી હતી અને તેમનાથી ઉંમરમાં લગભગ ૧૯ વર્ષ નાની હતી.

૧૯૭૦ના દાયકામાં બંને એકબીજાની નજીક આવ્યા અને ૧૯૭૮માં ફિલ્મ 'રામ બલરામ'ના શૂટિંગ દરમિયાન તેમણે લગ્ન કરવાનો અંતિમ ર્નિણય લીધો. મામા-ભાણીના આ સંબંધને કારણે પરિવાર અને હિન્દુ સમાજમાં ભારે વિરોધની જ્વાળા ફાટી નીકળી હતી. જાેકે, સુષ્મા માટે વિજય આનંદનો શાંત અને સાદો સ્વભાવ જ તેમના સંબંધનો મુખ્ય આધાર હતો. પરિવારના સખત વિરોધ અને નારાજગી છતાં વિજય આનંદ પોતાના ર્નિણય પર અડગ રહ્યા હતા.આ વિવાદાસ્પદ લગ્ન પાછળ આધ્યાત્મિક ગુરુ ઓશોનો મોટો ફાળો હોવાનું માનવામાં આવતું હતું.

જાેકે, તે સમયે વિજય આનંદ ઓશોના ભારે પ્રભાવ હેઠળ હતા, જ્યારે આખો પરિવાર લગ્નનો વિરોધ કરી રહ્યો હતો, ત્યારે ઓશોએ જ તેમને સામાજિક બંધનોની પરવા કર્યા વિના લગ્ન કરવા સંમતિ આપી હતી. આ પગલાંથી તેમના મોટા ભાઈ અને દિગ્ગજ અભિનેતા દેવ આનંદ ભારે આહત અને નારાજ થયા હતા. તેમનું માનવું હતું કે વિજય સંપૂર્ણપણે ઓશોના વશમાં આવી ગયા છે. આ ઘટના બાદ બંને ભાઈઓ વચ્ચે વાતચીત તો બંધ નહીં થઈ, પરંતુ તેમના પારિવારિક સંબંધોમાં કાયમી ખટાશ અને અંતર જરૂર આવી ગયું હતું.સુષ્મા પહેલા વિજય આનંદના પ્રથમ લગ્ન પત્રકાર અને અભિનેત્રી લવીના (લવીલીન) તડાની સાથે થયા હતા.

એવું કહેવાય છે કે તે લગ્ન અને ત્યારબાદ છૂટાછેડા પણ ઓશોના સૂચનથી જ થયા હતા. જાેકે સમય જતાં વિજય આનંદને લાગ્યું કે ઓશોનો દ્રષ્ટિકોણ હવે આધ્યાત્મિક મટીને ભૌતિકવાદી બની ગયો હતો. એક બાયોપિક ફિલ્મના મુદ્દે થયેલી ઉગ્ર ચર્ચા બાદ તેમણે કાયમ માટે આશ્રમ છોડી દીધો હતો. તમામ સામાજિક અને કૌટુંબિક વિરોધો વચ્ચે પણ વિજય આનંદ અને સુષ્માનો સંબંધ અતૂટ રહ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti