(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ઘ્વારા) સુરત.
ભારત ભરમાં જ્યારે શ્રધ્ધા અને ભક્તિના સમન્વય સાથે ગણેશોત્સવ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે સોશ્યલ મિડિયા થી લઈ પ્રિન્ટ મિડિયા માં પ્રસારીત થતા સમાચારો જે ગણેશોત્સવ ના મંડપોમાં કરાતા અશ્લીલ ડાંસ, ભક્તિગીત ને બદલે વાગતા આધુનિક ફિલ્મીગીતો અને એની ધૂન ઉપર નાચતા યુવાનો, યુવતીઓ ની હરકતો નો જીવતો જાગતો પુરાવો છે.
હમણાં જ સુરતના જ રેલવે સ્ટેશન ઉપર સ્થાપિત કરાયેલી ગણેશજીની મોટી સામે મંડપમાં નાચતા યુવાનો અને વાગતુ ફિલ્મી ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. એ જોતા અન્ય ધાર્મિક ભક્તો અને શહેરીજનોમાં દુઃખ ની લાગણી પ્રસારિત તો થઈ રહી છે. સાથે સાથે ગણેશજી સામે ભજન કીર્તન કે પૌરાણિક પરંપરાગત ગરબા કરાતા હોત તો ભક્તિનો મહિમા લેખે લાગત પરંતુ ઉત્સાહનો ઉન્માદ અને અશ્લીલતાનો અતિરેક જ્યાં થતો હોય ત્યાં ભક્તિ ગૌણ બનીને માત્ર ને માત્ર ગણેશ મંડપ એક આનંદ પ્રમોદ નું સ્થળ બનીને રહી જાય છે.જ્યાં આવનારા લોકો ગણેશમૂર્તિ કરતા મંડપ માં ચાલતા નાચગાન માં મગ્ન બનીને આનંદ લેતા થઈ જાય છે.ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે ગણેશજી હમણા જ સુરતના રેલ્વે સ્ટેશન ઉપર સ્થાપિત કરાયેલી ગણેશજી નીજે સ્થાપના આપણે ૯-૯ દિવસ સુધી પૂજા સાથે કરીએ છીએ એ માત્ર આરતી કે પ્રસાદ પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ.
એ નવ દિવસો દરમ્યાન સાચા હૃદયથી પ્રેમ પૂર્વક અને ભક્તિ સાથે શ્રધ્ધાનો સમન્વય કરીને ગણેશજીની પૂજા અર્ચના કરવી જોઈએ,ધાર્મિક ભજનો સાથે ધાર્મિક વાંચન કરવું જોઈએ ગણેશજી નો મહિમા એનું મહત્વ વિગેરેથી આજના
યુવાન, યુવતીઓને માહિતગાર કરવા જોઈએ.
એને બદલે આજે એ પરિસ્થિતિ છે કે દરેક મહોલ્લાઓમાં ગણેશજીની સ્થાપના તો કરવામાં આવે છે. પરંતુ એમાં આડંબર અને એક યંત્રવત કામગીરી જોવા મળે છે. જેમકે સવાર-સાંજ આરતી કરવી, પ્રસાદ ધરવો, સવારે થાળ ધરાવવો વિગેરે રોજિંદી ક્રિયાઓ જ દસ દિવસ સુધી કરવામાં આવે છે. એ માત્ર ને માત્ર એક રોબોટ જેવી જ થઈ રહી છે. જ્યાં આરતી પ્રસાદ પતે કે જાણે કે પૂજાપાઠનો કાર્યક્રમ પૂરો થયો હોય એમ નાચગાન, અને ફિલ્મી ગીતો ની ધૂનો ચાલુ થઈ જતાં રસ્તે પસાર થનાર પણ એમાં મશગૂલ થઈ એનો ભરપૂર આનંદ મેળવે છે.
સદર હકીકત દરેક મંડપો માટેની નથી પરંતુ જ્યાં જ્યાં આવી હરકતો ની સાથે અન્ય દૂષણ થાય છે એવા મંડપોની વાત છે. બાકી એવા કેટલાય મંડપો ની મુલાકાતોમાં જોવા મળ્યું છે કે જ્યાં હૃદયપૂર્વક પૂજા અર્ચના અને આરતી પતી ગયા પછી ભજન કિર્તન ની સાથે સાથે હવે બાળકો માટે સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે. જેમાં ડ્રોઇંગ, કથ્થક નૃત્ય, ભજન સ્પર્ધા વિગેરે પ્રવૃત્તિઓ પણ જોવા મળી જ્યાં અશ્લીલતાનું નામનિશાન નથી. આમ ધાર્મિક તહેવાર ને ધર્મની નજરથી ઉજવીએ અને સાચા ધર્મનું પાલન કરીએ એજ ગણેશજી સાચી પૂજા અર્ચના છે.(સદર લેખ વાંચી કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

