Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાત સ્થાપના દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર

ગુજરાત સ્થાપના દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

ગુજરાત રાજયની સ્થાપના ૦૧ મે,૧૯૬૦ ના રોજ થયેલ છે. મહાગુજરાત આંદોલન ધ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજય છૂટા પડયા. મહાગુજરાત આંદોલન ચળવળમાં નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ધ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડે તે માટે આંદોલન ચલાવવામાં આવી રહેલ હતું. અને તેમાં તેમણે ૧૯૬૦ ની ૧ મે એ સફળતા મળેલી. પરંમપૂજય રવિશંકર મહારાજના વરદ હસ્તે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રાજયનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડો.જીવરાજ મહેતાએ રાજયની ધૂરા સંભાળેલી. ત્યારબાદ આવેલા તમામ મુખ્યમંત્રીઓ ધ્વારા આજદિન સુધી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રથમવાર સુરત શહેરના આંગણે સફાઈ કામદારોની વિશાળ હાજરીમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજયના ગવર્નર આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ૬૬ માં ગુજરાત ગૌરવદિવસની ઉજવણી વાય-જંકશન સુરત ખાતે કરવામાં આવેલી. જે ગુજરાતની સમગ્ર જનતા માટે આનંદ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો તે બદલ તેઓ અને સમગ્ર સફાઈ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. ગુજરાત રાજયના ગૌરવવંતા સ્થાપના દિવસની ઉજવણી સફાઈ કર્મચારીઓની હાજરીમાં કરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારીઓને ગૌરવ અપાવ્યું છે. સુરતના આંગણે યોજવામાં આવેલ આ ગૌરવવંતા દિવસની ઉજવણી બદલ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોને તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સફાઈ કર્મચારીઓને ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, પ્રદેશ ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી સૈયદભાઈ શેખ, કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પટેલ, મહામંત્રી કાંતિભાઈ સોલંકી, મહામંત્રી શ્યામભાઈ તેનિયા, મહામંત્રી રવિભાઈ સુરતી વિગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti