Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારનો ઐતિહાસિક ર્નિણય એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ રાજ્ય સરકારે ગુજરાતની સમગ્ર જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મોટો ર્નિણય લીધો છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતો માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે.

આપણા લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો પહોંચે છે. જ્યારે કોઈ ગ્રાહક પનીર અથવા અન્ય દુધની બનાવટો ખરીદે છે ત્યારે તેને એ વિશ્વાસ હોય છે કે તે શુદ્ધ દૂધમાંથી બનેલું અસલી પનીર જ ખરીદી રહ્યો છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉત્પાદનો જાેવા મળ્યા છે, જે પનીર જેવા દેખાય છે, પરંતુ તે દૂધના બદલે વનસ્પતિ તેલ અને અન્ય બિન-ડેરી ઘટકોમાંથી બનાવવામાં આવે છે. આવા ઉત્પાદનોને પનીર તરીકે રજૂ કરવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે, અસલી ડેરી ઉત્પાદકોને નુકસાન થાય છે અને ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન-ધોરણીકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને, જન આરોગ્યના હિતમાં અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ધારા ધોરણ વગરના એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. આ પ્રતિબંધ જાહેર આરોગ્યની સુરક્ષા અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવશે.
ગુજરાત સરકારે એનાલોગ પનીર સામે આ પ્રતિબંધાત્મક કાર્યવાહી ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે કરી છે. જે કોઈપણ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને અપીલ કરું છું કે, તેઓ માત્ર ધોરણ મુજબનું અને અસલી પનીર જ વેચે અને તેનો ઉપયોગ કરે તેમજ કાયદાનું સંપૂર્ણ પાલન કરે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti