Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હેરી બ્રૂકની તોફાની સદી: ઈંગ્લેન્ડે શ્રીલંકાને ૧૧૯ રને હરાવ્યું

હેરી બ્રૂકની તોફાની સદી: ઈંગ્લેન્ડે શ્રીલંકાને ૧૧૯ રને હરાવ્યું

હેરી બ્રૂકે ૪૯ બોલમાં ૧૧૪ રન ફટકાર્યા ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટરે એક જ ઓવરમાં ૩૦ રન ઝૂડી કાઢ્યાં ઇંગ્લેન્ડના હેરી બ્રૂકની આ ધમાકેદાર બેટિંગથી ઇંગ્લેન્ડે ૨૫૪ રન બનાવી ૧૧૯ રને વિજય મેળવ્યો હતો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હેરી બ્રૂકે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી૨૦ મુકાબલામાં બ્રૂકે અણનમ ૧૧૪ રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.

આ દરમિયાન તેણે શ્રીલંકાના બોલર દુનિથ વેલ્લાલગેના એક જ ઓવરમાં ૩૦ રન કૂટી કાઢ્યા હતા, જેમાં તેણે ૩ છગ્ગા અને ૩ ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રૂકની આ ધમાકેદાર બેટિંગના જાેરે ઇંગ્લેન્ડે શાનદાર જીત મેળવી હતી.
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન હેરી બ્રૂકે શ્રીલંકા સામેની પહેલી ટી૨૦ મેચમાં માત્ર ૪૯ બોલમાં અણનમ ૧૧૪ રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે ૧૦ ચોગ્ગા અને ૬ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. મેચની પાંચમી ઓવરમાં બ્રૂકે શ્રીલંકાના બોલર દુનિથ વેલ્લાલગે પર એવો કહેર વર્તાવ્યો કે એક જ ઓવરમાં ૩૦ રન વસૂલ કરી લીધા.
બ્રૂકે વેલ્લાલગેના પહેલા જ બોલ પર મિડ ઓન ની દિશામાં શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બીજા અને ત્રીજા બોલ પર બે કડક ચોગ્ગા જડ્યા. સતત ત્રણ બાઉન્ડ્રી ફટકાર્યા પછી બ્રૂકે ચોથા અને પાંચમા બોલ પર પણ સિક્સરનો વરસાદ કર્યો. બોલરને એમ લાગ્યું કે તે છેલ્લા બોલ પર પુનરાગમન કરશે, પરંતુ બ્રૂકે છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકારીને ઓવરમાં પૂરા ૩૦ રન બનાવી દીધા. આ તોફાની બેટિંગના કારણે બ્રૂકે માત્ર ૨૦ બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.
શ્રીલંકા સામે હેરી બ્રૂકની વિસ્ફોટક બેટિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકસાને મસમોટા ૨૫૪ રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી બ્રૂક ઉપરાંત જાેસ બટલરે પણ આક્રમક બેટિંગ કરી હતી. બટલરે માત્ર ૪૪ બોલમાં ૮ વિકેટ અને ૩ છગ્ગાની મદદથી ૮૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત વિલ જેક્સે ૨૧ રન, એન્યુરિન ડોનાલ્ડે ૧૨ રન અને ટૉમ બેન્ટને ૧૦ રનનું યોગદાન આપ્યું હતું.ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૨૫૪ રનના વિશાળ લક્ષ્‍યાંક સામે શ્રીલંકાની બેટિંગ અત્યંત નબળી સાબિત થઈ હતી. આખી ટીમ ૧૯ ઓવરમાં માત્ર ૧૩૫ રન બનાવીને ઓલઆઉ થઈ ગઈ હતી, જેના કારણે ઇંગ્લેન્ડે આ મુકાબલો ૧૧૯ રનના મોટા અંતરથી જીતી લીધો હતો. શ્રીલંકા તરફથી આઠમા નંબરે બેટિંગ કરવા આવેલા દુનિથ વેલ્લાલગેએ સૌથી વધુ ૩૭ રન બનાવ્યા હતા, જ્યારે અન્ય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યા નહોતા. ઇંગ્લેન્ડ માટે બોલિંગમાં સની બેકરે સૌથી વધુ ૩ ઓવરમાં ૧૨ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લિયામ ડોસન અને જેમી ઓવરટને ૨-૨ વિકેટ મેળવી હતી, જ્યારે જાેશ ટંગ, વિલ જેક્સ અને આદિલ રશીદને ૧-૧ સફળતા મળી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti