Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નેપાળ પૂર: વિદેશી બચાવ ટીમોની મદદ ન સ્વીકારતા બાલેન સરકારના નિર્ણય પર સવાલો

નેપાળ પૂર: વિદેશી બચાવ ટીમોની મદદ ન સ્વીકારતા બાલેન સરકારના નિર્ણય પર સવાલો

દદ સ્વીકારવાનો કર્યાે ઇનકાર નેપાળ આપત્તિને લઈ બાલેન સરકારને વિદેશી બચાવ ટીમો પર વિશ્વાસ નથી? ૨૦૧૫ના ભૂકંપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી ટીમો અને દેશો વચ્ચેની સ્પર્ધાએ સંકલનમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઉભી કરી હતી નેપાળમાં વિનાશક ભોટકોશી પૂરથી થયેલી તબાહી ચાલુ છે. દરમિયાન, આ ભયાનક આફતમાં સેંકડો વિદેશી નાગરિકો ગુમ થયા હોવા છતાં, નેપાળ સરકારે અન્ય દેશોની રાહત અને બચાવ ટીમોની સહાય સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યાે છે.

સરકારનું કહેવું છે કે દેશની પોતાની સુરક્ષા એજન્સીઓ આ કામગીરીને સંભાળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. આ ર્નિણય નેપાળ સેના અને પોલીસની ભલામણ પર લેવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦૧૫ના ભૂકંપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી ટીમો અને દેશો વચ્ચેની સ્પર્ધાએ સંકલનમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઉભી કરી હતી.નેપાળી સમાચાર એજન્સીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૫ની આપત્તિના કડવા અનુભવમાંથી શીખીને, આ વખતે સરકારે કોઈપણ વિદેશી દેશની બચાવ ટીમને લીલી ઝંડી આપી નથી. ભારતના નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની સાથે, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશે તેમની ટીમો મોકલવાની ઓફર કરી હતી, જેને નેપાળે નમ્રતાપૂર્વક નકારી કાઢી હતી.ગુમ થયેલા લોકોની સંખ્યા ચિંતાજનક છે.બુધવારે થયેલી આ દુર્ઘટના પછી, કુલ ૫૧૭ વિદેશી નાગરિકો હજુ પણ ગુમ છે. ભારત – ૧૭૮ નાગરિકો ગુમ છે, જ્યારે ૨૦૦ થી વધુ ભારતીયોએ પૂરમાં ફસાયા બાદ સ્થળાંતર માટે વિનંતી કરી છે.ચીન – ઓછામાં ઓછા ૧૦૦ ચીની નાગરિકો સંપર્કથી બહાર છે.અન્ય દેશો – અમેરિકા (૬૫), યુક્રેન (૫૩), બ્રિટન (૩૩), મલેશિયા (૫૧), ઓસ્ટ્રેલિયા (૩૫), કેનેડા (૨૫) સહિત લગભગ ત્રણ ડઝન અન્ય દેશોના નાગરિકો પણ ગુમ થયેલ યાદીમાં સામેલ છે.નોંધનીય છે કે નેપાળ સરકારે બહારની સહાયને બદલે "એક-દરવાજાની નીતિ" હેઠળ ફક્ત રોકડ નાણાકીય સહાય સ્વીકારવાનો ર્નિણય લીધો છે. નેપાળી વિદેશ મંત્રાલયે એક ખાસ "ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ" બનાવી છે જે ગુમ થયેલા વિદેશીઓની શોધ, માહિતી ચકાસવા અને તેમના પરિવારોને મદદ કરવા માટે કેન્દ્રીય સંકલન કેન્દ્ર તરીકે સેવા આપશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti