Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઓગસ્ટમાં GST કલેક્શન રૂ.2 લાખ કરોડને પાર, વાર્ષિક ધોરણે 14.8%નો વધારો નોંધાયો

ઓગસ્ટમાં GST કલેક્શન રૂ.2 લાખ કરોડને પાર, વાર્ષિક ધોરણે 14.8%નો વધારો નોંધાયો

રેલું લેવડદેવડ અને આયાતમાં વૃદ્ધિથી જીએસટી કલેક્શનમાં વધારો જીએસટીની આવક રૂ. બે લાખ કરોડ : ઓગસ્ટ ૨૦૨૫ કરતાં ૧૪.૮ ટકા વધુ ટેરિફનાં પડકારો અને પશ્ચિમ એશિયા કટોકટી છતાં બીજા કવાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓ અને વપરાશ મજબૂત બની રહી ઘરેલુ લેવડદેવડ અને આયાતમાં વૃદ્ધિને કારણે ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૧૪.૮ ટકા વધીને લગભગ ૨ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.ઓગસ્ટનાં જીએસટી કલેક્શનનાં આંકડા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં જૂન કવાર્ટરનાં જીડીપી આંકડા જાહેર કરવામાં આવ્યાના બીજા દિવસે જાહેર કરવામાં આવ્યા છે.

જૂન કવાર્ટરમાં જીડીપી ૭.૮ ટકા રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ટેરિફનાં પડકારો અને પશ્ચિમ એશિયા કટોકટી છતાં બીજા કવાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓ અને વપરાશ મજબૂત બની રહી છે.ડોમેસ્ટિક લેવડદેવડથી થનારી આવક ૯.૩ ટકા વધીને ૧.૩૭ લાખ કરોડ રૂપિયાથી વધુ ગઇ છે. જ્યારે આયાતથી થનારી આવક ૨૯ ટકા વધીને ૬૨,૬૦૪ કરોડ રૂપિયા થઇ ગઇ છે.આ સાથે જ ઓગસ્ટમાં કુલ જીએસટી આવક ૧,૯૯,૮૫૩ કરોડ રૂપિયા રહી છે. ઓગસ્ટ દરમિયાન કુલ સેન્ટ્રલ જીએસટી ૩૮,૪૧૩ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૪૬,૩૧૬ કરોડ રૂપિયા અને ઇન્ટીગ્રેટેડ જીએસટી ૧.૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.ઓગસ્ટમાં રિફંડ ૬૮ ટકા વધીને ૩૧,૭૯૫ કરોડ રૂપિયા રહ્યું છે. મહિના દરમિયાન નેટ જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાષિક ધોરણે ૮.૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ જીએસટી કલેક્શન ૧૧ ટકા વધીને ૧૦.૪૩ લાખ કરોડ રૂપિયા થયું છે. નિષ્ણાતોનાં મતે આગામી મહિનાઓમાં તહેવારોને પગલે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ થવાનો ટ્રેન્ડ યથાવત રહેવાની શક્યતા છે.નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ, છત્તીસગઢ, લદ્દાખ અને અંદામાન નિકોબાર જેવા રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ ઉત્સાહજનક રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti