Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પયગંબર વિવાદ કેસમાં સુપ્રીમની સલાહ: પોલીસ પર ભરોસો રાખો, સનસની ન ફેલાવો

પયગંબર વિવાદ કેસમાં સુપ્રીમની સલાહ: પોલીસ પર ભરોસો રાખો, સનસની ન ફેલાવો

સિસ્ટમ પર ભરોસો રાખવો જાેઇએ પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા સુપ્રીમની સલાહ આવા નિવેદનોને સનસની ફેલાય તેવા ના બનવા દેવા જાેઇએ : જસ્ટિસ અમાનુલ્લાહ મોહમ્મદ પયગંબર અંગે વાંધાજનક ટિપ્પણી બદલ નાઝિયા ખાન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની તાત્કાલીક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી હતી સાથે જ એવી સલાહ આપી હતી કે સિસ્ટમ પર ભરોસો રાખો પોલીસ પાસે જવા પણ કહ્યું હતું.નાઝિયા ખાને જૂન મહિનામાં એક પોડકાસ્ટમાં પયગંબર અને તેમના પરિવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ ઘટના મુદ્દે નાઝિયા ખાન સામે અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે મુસ્લિમો દ્વારા રેલીઓ પણ કરવામાં આવી હતી. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ દ્વારા અરજી કરવામાં આવી છે.જાેકે પોલીસ પાસે જવાના બદલે સીધા સુપ્રીમ કોર્ટમાં જ અરજી કરવાને કારણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહે અરજદારને સવાલ કર્યાે હતો કે શું તમે પોલીસ સમક્ષ કોઇ ફરિયાદ કરી છે? પોલીસ પણ છે, સિસ્ટમ પર ભરોસો રાખવો જાેઇએ. અમે દેખરેખ માટે છીએ. નીચલા અધિકારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે પણ અમારે જાેવાનું હોય છે. જજે સાથે જ એવી પણ સલાહ આવી હતી કે આવી વાતોને સનસની ફેલાય જાય તેવી ના બનાવવી જાેઇએ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti