Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પેરિસમાં અમદાવાદની જેમ 'નમસ્તે સર્કલ'નું અનાવરણ, ભારત-ફ્રાન્સના સંબંધોની ઝલક જોવા મળી

પેરિસમાં અમદાવાદની જેમ 'નમસ્તે સર્કલ'નું અનાવરણ, ભારત-ફ્રાન્સના સંબંધોની ઝલક જોવા મળી

પેરિસ મંદિર મહોત્સવના આરંભ પૂર્વે અનાવરણ અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ આ શિલ્પ સ્વાગત, આદર અને નમ્રતાનો સંદેશ આપે છે, જે ભારત-ફ્રાન્સના ગાઢ સંબંધો દર્શાવે છે અમદાવાદના પ્રખ્યાત નમસ્તે સર્કલની જેમ હવે ફ્રાન્સના પેરિસમાં પણ નમસ્તે શિલ્પ સાથેનું સર્કલ આકાર પામ્યું છે. મંગળવાર, ૧ સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં નવા નમસ્તે શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
એવન્યુ દુ જનરલ-દ-ગોલ રોડ પર આવેલા સર્કલ પર એક ખાસ શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન નમસ્તે કરતા બે હાથ બતાવવામાં આવ્યા છે, જે સ્વાગત, આદર અને નમ્રતાનો સંદેશ આપે છે. શહેરના મુખ્ય રસ્તા પર હોવાથી, બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને આ શિલ્પ પ્રેમથી આવકારે છે. આ સાથે જ, આ નમસ્તે શિલ્પ એ પણ દર્શાવે છે કે આ શહેરમાં અલગ-અલગ સંસ્કૃતિના લોકો હળીમળીને રહે છે અને સૌનું સન્માન થાય છે.
જેમ કે, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતું રોં-પોઇન્ટ દુ લાઓસ ખાતે મૂકેલું ૩ મોઢાવાળા હાથીનું શિલ્પ, કમ્બોડિયાના વારસા અને કરુણાનું પ્રતીક ગણાતું રોં-પોઇન્ટ ફ્નોમ પેન્હ ખાતે આવેલું સેન્ડસ્ટોનનું બાયોન શિલ્પ અને વિયતનામી શરણાર્થીઓની યાદમાં રોં-પોઇન્ટ સાઇગોન ખાતે બનાવેલું લે રેવ દ લા મેર શિલ્પ. હવે આ તમામ સાંસ્કૃતિક પ્રતીકોની સુંદર યાદીમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન નમસ્તે શિલ્પ પણ ઉમેરાઈ ગયું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં ૧૩ દિવસ સુધી ચાલનારા વિશિષ્ટ સાંસ્કૃતિક મહોત્સવ ફેસ્ટિવલ ઑફ કલ્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉત્સવ ફ્રાન્સમાં પરંપરાગત શૈલીમાં બનેલા પ્રથમ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન અને લોકાર્પણના આનંદમાં ઉજવવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન મેયર ડુબોસ્કે બુસી-સેંટ-જ્યોર્જેસમાં ફ્રાન્સ અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, નમસ્તે માટે જાેડાયેલા બે હાથ શાંતિ, દયા અને ભારત-ફ્રાન્સની સંસ્કૃતિઓના સંગમનું પ્રતીક છે. બંને દેશોની પોતાની અલગ ઓળખ છે, છતાં પણ એકબીજાને મદદ કરવાની, ભાઈચારાની અને એકતાની ભાવના તેમને જાેડે છે. આ શહેર એક એવી ખાસ જગ્યા છે જ્યાં અલગ-અલગ સમુદાયના લોકો એકસાથે મળીને રહે છે. અંતમાં તેમણે સૌને અભિનંદન આપીને શહેરમાં દિલથી આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં બુસી-સેંટ-જ્યોર્જેસના પબ્લિક સ્પેસિસ વિભાગના વડા વેરોનિક લેકવા પણ ખાસ હાજર રહ્યા હતા. નમસ્તે શિલ્પ અને સર્કલને સુંદર રીતે તૈયાર કરવામાં તેમણે આપેલા સહયોગ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો. આ સિવાય મેયર ઑફિસ તરફથી ડેપ્યુટી મેયર માર્ક નુગાયરોલ અને ચીફ ઑફ સ્ટાફ સેડ્રિક ટાર્ટોડ-જિનેસ્ટ પણ અનાવરણ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti