Dailyhunt

'રાજા શિવાજી' ટીઝર લોંચ: રિતેશ દેશમુખની ફિલ્મ ૧ મે ૨૦૨૬એ રિલીઝ થશે

ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ રિલિઝ થશે રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી'નું પ્રભાવશાળી ટીઝર લોંચ ફિલ્મમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ, મહેશ માંજરેકર અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં રિતેશ દેશમુખ દ્વારા લખાયેલ, નિર્મિત અને દિગ્દર્શિત 'રાજા શિવાજી'નો ફર્સ્ટ લૂક ટીઝર સાથે લોંચ કરવામાં આવ્યો છે.

આ હિસ્ટોરિકલ એપિક ફિલ્મમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ, મહેશ માંજરેકર અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં છે.રિતેશ દેશમુખ પોતાની આવનારી ફિલ્મ 'રાજા શિવાજી' દ્વારા ભારતના મહાન યોદ્ધા રાજા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણાદાયક વાર્તા કહેવા માટે પરત ફરી રહ્યો છે.

તાજેતરમાં, નિર્માતાઓએ આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું અને રિતેશ સાથે અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ, મહેશ મંજરેકર, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને ઘણા અન્યના લૂક પણ જાહેર કર્યા છે.રિતેશ દેશમુખે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ વિશે લોકો સુધી માહિતી પહોંચાડવાની જવાબદારી પોતાના ઉપર લીધી છે. અંતે, ફિલ્મ 'રાજા શિવાજી'નું રસપ્રદ ટીઝર બહાર આવ્યું, જેમાં દર્શકોને ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ અને રાજાની મહાનતાની ઝલક મળે છે.ફિલ્મની વાર્તા વિશે વધુ માહિતી આપતા, ટીમે જણાવ્યું, "રાજા શિવાજી, ભારતના મહાન યોદ્ધા રાજાઓમાંના એક-છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત છે, જેમણે શક્તિશાળી શત્રુઓ સામે ખડા રહી સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો."૨ મિનિટ ૩૧ સેકન્ડનું આ ટીઝર સંજય દત્ત દ્વારા અફઝલ ખાનના પાત્રમાં દેખાતા શરૂ થાય છે, જ્યાં તે મહેશ માંજરેકર દ્વારા અભિનિત લાખુજી જાધવને દગો આપે છે અને તેમની હત્યા કરે છે.

ત્યારબાદ અભિષેક બચ્ચન સંભાજી શાહજી ભોસલેના પાત્રમાં દેખાય છે. ટીઝરમાં વિદ્યા બાલન, અમોલ ગુપ્તે, ભાગ્યશ્રી (જીજાબાઈ તરીકે), જીતેન્દ્ર જાેષી, સચિન ખેડેકર, બોમન ઈરાની, જેનેલિયા દેશમુખ (સાયબાઈ તરીકે) અને ફરદીન ખાનના પ્રથમ લૂક પણ જાહેર કરવામાં આવ્યા છે.રિતેશ વિલાસરાવ દેશમુખ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મ જિયો સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ થઈ છે અને જ્યોતિ દેશપાંડે તથા જેનેલિયા દેશમુખ દ્વારા મુંબઈ ફિલ્મ કંપનીના બેનર હેઠળ નિર્માણ પામી છે. 'રાજા શિવાજી' ૧ મે, ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં મરાઠી, હિન્દી અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મજબુત સ્ટારકાસ્ટ છે અને તેમાં સલમાન ખાન ખાસ કેમિયો રોલમાં જીવા મહાલાના પાત્રમાં જાેવા મળશે.એક સુત્રે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સલમાન ખાન છત્રપતિ શિવાજી મહારાજની સેનાના વિશ્વસનીય સેનાપતિનું પાત્ર ભજવશે. સુત્રે કહ્યું, "સલમાન ખાન અને રિતેશ દેશમુખ વચ્ચે હંમેશા સારો સંબંધ રહ્યો છે અને જ્યારે રિતેશે તેમને 'રાજા શિવાજી'માં ખાસ ભૂમિકા માટે સંપર્ક કર્યાે, ત્યારે સલમાને તરત જ સ્વીકારી લીધું."

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti