Dailyhunt
સતના સ્કૂલ પર ધમકી: અતીક અહમદ ગેંગનો ભય અને ખંડણીની માંગ

સતના સ્કૂલ પર ધમકી: અતીક અહમદ ગેંગનો ભય અને ખંડણીની માંગ

તના જિલ્લામાં ફરી એક વાર દહેશતનો માહોલ છવાઈ ગયો અતીક અહેમદની ગેંગની ખુલ્લી ધમકીથી શિક્ષકોમાં મચ્યો હડકંપ શિક્ષકો શાળામાં પહોંચ્યા, ત્યારે નોટિસ બોર્ડ પર એક ધમકીભર્યું પોસ્ટર જાેઈને તેઓના પગ નીચેની જમીન ખસકી ગઈ હતી મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ફરી એક વાર દહેશતનો માહોલ છવાઈ ગયો છે. આ વખતે નિશાન બની છે એક સરકારી માધ્યમિક શાળા.

સોમવારે સવારે જ્યારે શિક્ષકો શાળામાં પહોંચ્યા, ત્યારે નોટિસ બોર્ડ પર એક ધમકીભર્યું પોસ્ટર જાેઈને તેઓના પગ નીચેની જમીન ખસકી ગઈ હતી.

પોસ્ટરમાં સ્પષ્ટ લખેલું હતું કે, "આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે." સાથે જ ૧૦ લાખ રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી. સૌથી વધુ ડરાવનારી વાત એ હતી કે, ધમકી આપનારે પોતાને કુખ્યાત માફિયા અતીક અહમદની ગેંગનો સભ્યો હોવાનો દાવો કર્યો હતો.
પોસ્ટરમાં લખેલું હતું કે, "અતીક માર્યો ગયો છે, તેની ગેંગ નહીં." આ વાક્ય વાંચીને શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફના હોશ ઊડી ગયા હતા. તરત જ શાળાના વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઠી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક સ્કૂલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.
સ્કૂલના હેડમાસ્ટર અરુણ પાંડેયે જણાવ્યું કે, "આ ઘટના પછી આખા સ્ટાફમાં ભયનો માહોલ છે. અમે પોલીસને લેખિત ફરિયાદ આપી છે. બાળકો અને વાલીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે."
અધિક પોલીસ અધીક્ષક પ્રેમલાલ કુર્વેએ કહ્યું, "મામલાની ગંભીરતા જાેતાં દરેક પાસાથી તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈ શરારતી તત્વની કરતૂત હોઈ શકે છે, પરંતુ અમે કોઈ પણ સંભાવનાને નકારી નથી શકતા. જલ્દી જ આરોપીની ઓળખ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં શાળાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં પણ પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે."

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયમાં સતના જિલ્લામાં આવી ધમકીઓ વધી ગઈ છે. તે પહેલાં જિલ્લા ન્યાયાલય અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ઈ-મેઈલ ધમકીઓ મળી ચૂકી છે. તે તમામ મામલાઓની તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને વાલીઓમાં ભય જાેવા મળી રહ્યો છે. પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પકડવાનો દાવો કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti