Dailyhunt
વાલ્મિકી સમાજમાં ઘરેલુ વિવાદો નિવારવા કલ્યાણ સમિતિ રચાઈ, સમાધાન પ્રયાસો શરૂ

વાલ્મિકી સમાજમાં ઘરેલુ વિવાદો નિવારવા કલ્યાણ સમિતિ રચાઈ, સમાધાન પ્રયાસો શરૂ

(છગન લાલ મેવાડા ધ્વારા) સુરત.

ક્ષિણ ગુજરાત ના વાલ્મિકી સમાજ ના આગેવાનોની એક મીટીંગ તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ સુરત ઓપેરા હાઉસ ખાતે શ્રી ડી.સી.સોલંકી સિનિયર એડવોકેટ અને ઉધોગપતિ ના પ્રમુખ સ્થાને સાંજના ૫:૦૦ કલાકે રાખવામાં આવી હતી. જેમાં વાલ્મિકી સમાજ ના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાલ્મિકી સમાજ માં લગ્ન બાદ ઘરેલું ઝઘડાઓનું પ્રમાણ વધી રહેલ છે અને સામાન્ય બાબતોમાં કોર્ટનો આશરો લેવામાં આવે છે.

અને વર્ષો સુધી ઝઘડાં ના નિરાકરણ થતાં નથી. એક તો સમાજ પ્રથમથી આર્થિક,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેમાં કોઈ કોર્ટ કચેરી થાય તો લાંબો સમય સુધી બંને પક્ષકારોએ યાતનાઓ ભોગવવી પડે છે અને ભારે આર્થિક નુકશાન પણ વેઠવું પડે છે. અને પતિ-પત્ની બંને ને લાંબો સમય માનસિક ત્રાસ વેઠવો પડે છે. કેટલાક કેસો વર્ષોથી ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. આવી પરિસ્થિતિ નું નિવારણ કરવા વાલ્મિકી સમાજ કલ્યાણ સમિતિ ની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ ની પ્રથમ મીટીંગ ટૂંક સમયમાં નવસારી ખાતે મળશે જેમાં આહવા,વલસાડ અને નવસારી ના પક્ષકારોને બોલાવી સમાધાન ના પ્રયાસો કરવામાં આવશે. આ સમિતિ ના હોદ્દેદારો ની નીચે મુજબ વરણી કરવામાં આવેલ છે.

પ્રમુખશ્રી ડી.સી.સોલંકી એડવોકેટ
ઉપપ્રમુખશ્રી બીપીનભાઇ રાઠોડ એડવોકેટ
ઉપપ્રમુખશ્રી ભાઈલાલ બી. વૈષ્ણવ સામાજિક કાર્યકર
મહામંત્રીશ્રી મયંકભાઇ જે. સોલંકી એડવોકેટ

મંત્રીશ્રી કાંતિલાલ બી. સોલંકી સામાજિક કાર્યકર અને કમિટી સભ્યો શ્રી મહેન્દ્રભાઈ સોલંકી એડવોકેટ,શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવ એડવોકેટ,શ્રી જીતુકુમાર શાહ એડવોકેટ,શ્રી શશીકાંત સોલંકી,શ્રી કનુલાલ સોલંકી,શ્રી રવિભાઈ સુરતી, શ્રી શ્યામભાઈ ટેનિયા વિગેરેની પસંદગી કરવામાં આવેલી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti