Wednesday, 21 Oct, 4.32 pm News Aayog

ઈન્ડિયા
હવે મુસાફરોએ યુઝર્સ ડેવલોપમેન્ટ ફી પણ ચૂકવવી પડશે

ભારતમાં કોરોના સંક્રમણની શરૂઆત થવાથી સરકારે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હાલમાં 6 મહિના બાદ ફરી ગાઇડલાઇનના પાલન સાથે હવાઈ મુસાફરી શરુ કરવામાં આવી રહી છે. પરંતુ, ઘણા લોકો કોરોના મહામારીના કારણે ઘણા લોકો હવાઈ મુસાફરી ટાળી રહ્યા છે. હવે આગામી સમયમાં મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરવી સામાન્ય લોકો માટે મોંઘી બનશે.

અદાણી ગ્રુપ સંચાલીત એરપોર્ટમાં ડોમેસ્ટીક મુસાફરો માટે રૂ. 200 અને વિદેશી યાત્રી માટે રૂ.500ની ખાસ એડહોક યુઝર્સ ડેવલોપમેન્ટ ફી વસૂલવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવ 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, હાલમાં એરપોર્ટના સંચાલન માટે નાણાંની તંગી વર્તાઈ રહી છે. તેમજ હાલમાં મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી વિદેશી ઉડાનોમાં આ ફી રૂ. 116ની લેવી લેવાતી હતી જે હવે રૂ. 616 લેવાશે. તેમજ અત્યાર સુધી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નહિ હતો. તે હવે રૂ. 200 લેવાશે. અદાણી ગ્રુપ તા. 12 નવેમ્બરથી એરપોર્ટનું સંચાલન સંભાળવા તૈયારી છે.

આ પણ વાંચો : કોરોના મહામારીમાં વેપારીને પડેલા નાણાકીય ફટકાને ધ્યાનમાં લઈ દંડ ઘટાડયો

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News Aayog
Top