BJP Bengal Victory: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવી લગભગ નક્કી થઈ ગઈ છે. બંગાળ ચૂંટણીના પરિણામોમાં ભાજપે મોટી લીડ મેળવી લીધી છે. આ ઉપરાંત આસામમાં ભાજપની એકતરફી જીત થતી દેખાઈ રહી છે. તો બીજી તરફ પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધનની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. એવામાં એ કહેવું ખોટું નહીં હોય કે ભારતીય રાજનીતિના ફલક પર 'ભગવો' અને 'NDA' નો પરચમ ફરી એકવાર પૂરી મજબૂતી સાથે લહેરાઈ રહ્યો છે.
૨૦૧૪માં જ્યાં NDA માત્ર ૮ રાજ્યો સુધી સીમિત હતું, આજે ૨૦૨૬માં આ આંકડો વધીને ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી ગયો છે. ભાજપના ૪૭મા સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે, ચૂંટણી વલણો દેશના રાજકીય નકશાને એક નવો રંગ આપી રહ્યા છે. આસામના દુર્ગથી લઈને પશ્ચિમ બંગાળના મેદાનો સુધી, ભગવો જ ભગવો નજર આવી રહ્યો છે.
આ ૨૦ રાજ્યોમાં ભાજપ અથવા NDA સરકાર
દિલ્હી
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
હરિયાણા
રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર
ગોવા
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
ઓડિશા
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
આસામ
નગાલેન્ડ
ત્રિપુરા
મેઘાલય
મિઝોરમ
બિહાર
આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
બંગાળની જીત ભાજપ માટે કેમ છે આટલી ખાસ?
આ લિસ્ટમાં સૌથી નવું અને મહત્વનું નામ જોડાયું છે પશ્ચિમ બંગાળનું. બંગાળમાં દાયકાઓથી ભાજપ સંઘર્ષ કરી રહ્યું હતું. એક સમય હતો જ્યારે અહીં ભાજપનું ખાતું પણ ખુલતું નહોતું. પરંતુ આજે ભાજપ અહીં ઈતિહાસ રચી રહ્યું છે. બંગાળ માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ ભાજપ માટે ઘણું મહત્વનું છે. આ ભાજપ (જનસંઘ) ના સંથાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ છે. આ વર્ષે ભાજપ તેમની ૧૨૫મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. એવામાં અહીં જીતવું એ પાર્ટી માટે વૈચારિક ઘરવાપસી જેવું છે.
અહીં સુધી પહોંચવા માટે ભાજપે દાયકાઓ લાંબી રાહ જોઈ છે. ૧૯૫૧માં જનસંઘની સ્થાપનાથી લઈને ૨૦૨૬ સુધી, લગભગ ૭૪-૭૫ વર્ષના લાંબા ગાળા પછી ભાજપ બંગાળમાં પોતાની પ્રથમ સરકાર બનાવવાની ઉંબરે પહોંચ્યું છે. ૨૦૧૧માં બંગાળમાં ભાજપનો વોટ શેર માત્ર ૪% હતો. ૨૦૧૪માં મોદી લહેર પણ અહીં કંઈ ખાસ કરી શકી નહોતી. જોકે પાર્ટીનો વોટ શેર ૧૭% સુધી પહોંચ્યો અને ભાજપને ૨ લોકસભા બેઠકો પણ મળી. પરંતુ પાછલી ચૂંટણી ૨૦૨૧માં ભાજપે અહીં સારું પ્રદર્શન કરીને ૭૭ બેઠકો જીતી હતી અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.

