Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pakistan Deploys 250 Chinese Howitzers: પાકિસ્તાન સરહદે ચીનની SH-15 તોપોની તૈનાતી વચ્ચે ભારતનો કડક સંદેશ

Pakistan Deploys 250 Chinese Howitzers: પાકિસ્તાન સરહદે ચીનની SH-15 તોપોની તૈનાતી વચ્ચે ભારતનો કડક સંદેશ

Pakistan Deploys 250 Chinese Howitzers: પાકિસ્તાનની સરહદ પર મોટી સંખ્યામાં ચીનમાંથી લાવવામાં આવેલી તોપો તૈનાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતે જણાવ્યું છે કે અમે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે 'જે કંઈ જરૂરી હશે' તે કરીશું. આ પ્રતિક્રિયા ત્યારે આવી છે, જ્યારે તાજેતરમાં અહેવાલ સામે આવ્યો છે કે પાકિસ્તાને ભારતની સરહદ પર મોટી સંખ્યામાં ચીન નિર્મિત એસએચ-15 સ્વ-સંચાલિત તોપો તૈનાત કરી છે.

રાષ્ટ્રીય હિતમાં જે જરૂરી હશે તે કરીશું

વિદેશ મંત્રાલયની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સરહદ પારના આતંકવાદ અંગે ભારતના વલણમાં કોઈ ફેરફાર નહીં થાય. રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમે જોયું કે (પાકિસ્તાનને) કેવી રીતે મક્કમ જવાબ આપવામાં આવ્યો. અમારું વલણ એ છે કે સરહદ પારથી થતો આતંકવાદ બંધ થવો જોઈએ અને અમે અમારા રાષ્ટ્રીય હિતમાં જે કંઈ જરૂરી હશે તે કરીશું.

ચૂંટણી સંપૂર્ણપણે દેખાડો

વિદેશ મંત્રાલયનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે એક અહેવાલમાં જણાવાયું કે પાકિસ્તાને ભારતને અડીને આવેલી સરહદ પર 250 તોપો તૈનાત કરી છે. ચીન મૂળની આ તોપો એસએચ-15 પૈડાંવાળી સ્વ-સંચાલિત હોવિત્ઝર શ્રેણીની છે. જયસ્વાલે જણાવ્યું કે PoKમાં સ્થાનિક ચૂંટણીઓ સંપૂર્ણપણે દેખાડો છે. વાસ્તવિક મુદ્દો તો પાકિસ્તાની સેનાની તરફથી કરવામાં આવતી અંધાધૂંધ હત્યાઓ છે.

PoKમાં 90 લોકોના મોત

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે PoKમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 સામાન્ય નાગરિકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે જૂનથી ચાલી રહેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાની પ્રશાસને લોકોના અસંતોષનો જવાબ ગોળીબાર, વીજ પુરવઠો બંધ કરવો, ધાકધમકી અને દમન દ્વારા આપ્યો છે અને હવે તેઓ ખોખલી ચૂંટણી પ્રક્રિયા દ્વારા પોતાની વૈધતા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવવાની અપીલ

જયસ્વાલે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવવાની અપીલ કરી. તેમણે એક વાયરલ વિડિયો અંગે મીડિયાના પ્રશ્નનો પણ જવાબ આપ્યો, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સભ્યોએ દાવો કર્યો હતો કે તેમના 30થી 40 કમાન્ડરો માર્યા ગયા છે અને આ હત્યાઓ માટે ભારતીય એજન્સીઓ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Cafe Gujarati