Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mumbai Police Recovers Lost Mobiles  મુંબઈ પોલીસની શાનદાર કામગીરી ગુમાવેલા મોબાઈલ શોધીને બોરીવલી પોલીસે માલિકોના હાથમાં સોંપ્યા

Mumbai Police Recovers Lost Mobiles મુંબઈ પોલીસની શાનદાર કામગીરી ગુમાવેલા મોબાઈલ શોધીને બોરીવલી પોલીસે માલિકોના હાથમાં સોંપ્યા

News Continuous 1 week ago

Mumbai Police Recovers Lost Mobiles મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા નાગરિકોની સુરક્ષા અને તેમની ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ પરત અપાવવા માટે સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બોરીવલી પોલીસ સ્ટેશન (Borivali Police Station) દ્વારા ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન અંગે મળેલી ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને ૪,૭૫૦ જેટલા કિંમતી મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા અને તેના સાચા માલિકોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા છે.

Mumbai Police Recovers Lost Mobiles - ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા હજારો મોબાઈલની રિકવરી

બોરીવલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત થયેલી ફરિયાદોના આધારે અત્યાધુનિક ટેક્નિકલ વિશ્લેષણ કરીને વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૬ દરમિયાન કુલ ૪,૭૫૦ જેટલા મોબાઇલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ ફોન સમયસર સંબંધિત ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Mumbai Police Recovers Lost Mobiles - વિશેષ કાર્યક્રમમાં નાગરિકોને ફોન સુપરત કરાયા

ચાલુ વર્ષે ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી આજદિન સુધી પ્રાપ્ત થયેલી ફરિયાદોમાંથી પોલીસે ૨૨૫ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ અભિયાન અંતર્ગત ગત ૨૬ જાન્યુઆરીએ ૪૦૦ ફોન અને ત્યારબાદ ફરિયાદ નિવારણ દિવસે બાકી રહેલા મોબાઇલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉત્તર પરિમંડળ-૨ ના પોલીસ ઉપઆયુક્ત સંદીપ ધુળે, બોરીવલી વિભાગના સહાયક પોલીસ આયુક્ત સૌમિત્ર ઘાડગે, બોરીવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક છાયા પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહીને નાગરિકોના ચહેરા પર ખુશી લાવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous