Dailyhunt
Pakistan Fuel Crisis: શું પાકિસ્તાન બરબાદીના આરે? મોડી રાત્રે ફૂટ્યો 'પેટ્રોલ બોમ્બ', ઈંધણના ભાવ આસમાને પહોંચતા મચી ચીસાચીસ.

Pakistan Fuel Crisis: શું પાકિસ્તાન બરબાદીના આરે? મોડી રાત્રે ફૂટ્યો 'પેટ્રોલ બોમ્બ', ઈંધણના ભાવ આસમાને પહોંચતા મચી ચીસાચીસ.

News Continuous 1 week ago

News Continuous Bureau | Mumbai

Pakistan Fuel Crisis: ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રેકોર્ડબ્રેક વધારો ઝીંક્યો છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના વધતા ભાવ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આ કડક નિર્ણય લેવો પડ્યો છે.

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના નવા દરો આજ સવારથી જ લાગુ થઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.

એક જ મહિનામાં બીજી વખત ભાવ વધારો, ડીઝલમાં ૫૪.૯%નો ઉછાળો

પાકિસ્તાનમાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં બીજી વખત ઈંધણના ભાવ વધારવામાં આવ્યા છે. આ વખતે ડીઝલની કિંમતમાં ૫૪.૯%નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે એક લિટર ડીઝલની કિંમત હવે ૫૨૦.૩૫ પાકિસ્તાની રૂપિયા (૧.૮૮ ડોલર) પર પહોંચી ગઈ છે. બીજી તરફ, પેટ્રોલના ભાવમાં ૪૨.૭%નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે ૪૫૮.૪૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં (Strait of Hormuz) સર્જાયેલા અવરોધને કારણે તેલ આયાત કરવી અત્યંત મોંઘી બની છે.

IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા પર BCCIની ગાજ, અભદ્ર વર્તન બદલ મોટી સજા

હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા પાકિસ્તાન માટે બની જોખમી

પાકિસ્તાન તેની તેલની જરૂરિયાતો માટે મુખ્યત્વે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર નિર્ભર છે. આ તેલનો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પાકિસ્તાન પહોંચે છે, જે હાલમાં ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે પ્રભાવિત થયો છે. ગયા મહિને જ પાકિસ્તાને પેટ્રોલ-ડીઝલમાં ૨૦%નો વધારો કર્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના સંકટને જોતા ફરી એકવાર મોટો ભાવવધારો કરવો પડ્યો છે. આ વધારાની સીધી અસર પરિવહન અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડશે.

વધતી જતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાન સરકારે મધ્યમ વર્ગ અને ખેડૂતોને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. સરકાર દ્વારા ટુ-વ્હીલર વાહન ચાલકોને આગામી ત્રણ મહિના માટે પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાની સબસિડી (Subsidy) આપવામાં આવશે. જોકે, આ સબસિડી દર મહિને મહત્તમ ૨૦ લિટર સુધી જ મર્યાદિત રહેશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ સબસિડી વધતી જતી મોંઘવારી સામે ઊંટના મોઢામાં જીરું સમાન સાબિત થઈ શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous