Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Today's Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today's Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

News Continuous 3 months ago

News Continuous Bureau | Mumbai

Today's Horoscope : આજનો દિવસ

૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

"તિથિ" - અષાઢ વદ છઠ્ઠ

"દિન મહીમા"

પંચક ઉતરે ૨૧ઃ૫૧, વિષ્ટી ૦૯ઃ૨૭ સુધી, રવિયોગ અને અમૃતસિધ્ધિયોગ ૨૧ઃ૫૫ થી, કુમારયોગ ૨૧ઃ૫૫ થી ૨૨ઃ૦૪, મુ.ચહેલમ

"સુર્યોદય" - ૦૬.૧૭(મુંબઈ)

"સુર્યાસ્ત" - ૦૭.૧૧(મુંબઈ)

"રાહુ કાળ" - ૧૫.૫૮ થી ૧૭.૩૫

"ચંદ્ર" - મીન, મેષ(૨૧.૫૩)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૫૩ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રાશી રહેશે.

"નક્ષત્ર" - રેવતી, અશ્વિની (૨૧.૫૩)

"ચંદ્ર વાસ" - ઉત્તર, પૂર્વ (૨૧.૫૩)

રાત્રે ૯.૫૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૧ - ૧૧.૦૮

લાભઃ ૧૧.૦૮ - ૧૨.૪૫

અમૃતઃ ૧૨.૪૫ - ૧૪.૨૧

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૩૫ - ૨૧.૫૮

શુભઃ ૨૩.૨૧ - ૨૪.૪૫

અમૃતઃ ૨૪.૪૫ - ૨૬.૦૮

ચલઃ ૨૬.૦૮ - ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાંથી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

"મકરઃ"(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Continuous