Tuesday, 10 Dec, 4.02 pm News of Gujarat

હોમ પેજ
નિર્ભયાકાંડના દોષીઓને ગમે ત્યારે મળી શકે છે ફાંસી, બક્સર જેલમાં ફંદો બનવાનું શરૂ

બક્સર જેલના અધિક્ષક વિજય કુમાર અરોડાએ જણાવ્યું હતું કે, 'અમને ગત સપ્તાહ જેલ નિદેશાલયથી ૧૪ ડિસેમ્બર સુધી ૧૦ ફાંસીના ફંદા તૈયાર કરવાની સૂચના મળી

નિર્ભયા રેપ-મર્ડરના દોષીઓને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે. જેના માટે બિહારના બક્સર જેલમાં આ સપ્તાહના અંત સુધી ફાંસીના ૧૦ ફંદા તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. આનાથી ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફંદા દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કેસના દોષીઓ માટે હોઈ શકે છે.બિહારની બક્સર જેલ, રાજ્યની એક માત્રી એવી જેલ છે જેને ફાંસીના ફંદા બનાવવાની મહારાત છે. ફંદા બનાવવાની સૂચના ગત સપ્તાહે મળી હતી પરંતુ જેલ તંત્રને એ ખબર નથી કે ફંદા કયાં અને કોના માટે તૈયાર કરવાના છે.

બક્સર જેલના અધિક્ષક વિજય કુમાર અરોડાએ જણાવ્યું હતું કે, 'અમને ગત સપ્તાહ જેલ નિદેશાલયથી ૧૪ ડિસેમ્બર સુધી ૧૦ ફાંસીના ફંદા તૈયાર કરવાની સૂચના મળી છે. અમને ખબર નથી કે આ ફંદા કયાં ઉપયોગમાં લેવાશે.'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'સંસદ ઉપર હુમલાના દોષીત અફઝલ ગુરુના મોતની સજા માટે આ જ જેલમાંથી તૈયાર કરવામાં આવેલો ફાંસીના ફંદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૬-૧૭માં અમને પટિયાલા જેલમાંથી આદેશ મળ્યો હતો.

જોકે, અમે એ જાણતા નથી કે કયા ઉદ્‌શ્યથી ફંદા તૈયાર કરાવવામાં આવ્યા છે'જેલ અધિક્ષક વિજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, 'બક્સર જેલમાં લાંબા સમયથી ફાંસીના ફંદા બનાવવામાં આવે છે. ફાંસીનો એક ફંદો ૭૨૦૦ કાચા દોરાથી બનાવવામાં આવે છે. જેને તૈયાર કરવામાં બેથી ત્રણ દિવસ લાગે છે. એક ફાંસીનો ફંદો તૈયાર કરવામાં પાંચથી છ કેદીઓ કામ કરે છે.

ફંદાની લટ તૈયાર કરવામાં મોટર ચાલીત મશીનનો થોડો ઉપયોગ કરવામાં આવે છે.'ઉલ્લેખનીય છે કે મીડિયાના એક વર્ગ દ્વારા ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે ચાલુ બસમાં એક યુવતી સાથે બળાત્કારના ચાર દોષીઓને આ મહિનાના અંત સુધીમાં ફાંસી આપવામાં આવી શકે છે. આ મામલાનો એક દોષી અક્ષય ઠાકુર બિહારના ઔરંગાબાદ જિલ્લાનો નિવાસી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News of Gujarat
Top