Tuesday, 10 Dec, 4.08 pm News of Gujarat

હોમ પેજ
પોલીસે ત્રણ વર્ષ સુધી ન સાંભળી ફરિયાદ, પાગલ પ્રેમીએ યુવતીને જીવતી સળગાવી

પીડિતાના ભાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આજે યુવકની હિંમત આટલી વધી ન ગઈ હોત

માનવતાને હચમચાવી દેનાર વધુ એક ઘટના બિહારમાં બની છે. મુઝફ્ફરપુરમાં એક પાગલ પ્રેમીએ યુવતીને કેરોસીન છાંટીને જીવતી સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના દરમિયાન યુવતી ૯૦ ટકા બળી ગઈ હતી. યુવતીની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ પહેલા યુવતીને ખાનગી હોસ્પિટલલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ સરકારી હોસ્પિટલલમાં લઈ ગયા હતા.પરિવારજનોએ પોલીસ ઉપર આરોપ મુક્યો છે કે પોલીસ ત્રણ વર્ષ સુધી ફરિયાદ સાંભળી નહીં. ઘટનાની જાણકારી આપતા પીડિતાની માતાની આંખોમાંથી આંસુ રોકાતા જ ન્હોતા.

પીડિતાની માતા કહે છે કે આ ઘટના અંગે જો કોઈ જવાબદાર હોય તો એ છે અહિયાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ. કારણ કે ત્રણ વર્ષથી યુવક તેની પુત્રીને પરેશાન કરી રહ્યો હતો. જેની સતત ફરિયાદ અહિયાપુરના એસએચઓને કરી હતી. પરંતુ પોલીસે આંખ આડા કાન કરી દીધા હતા. જેના પગલે આજે તેમને આ દિવસ જોવો પડ્યો છે.

પીડિતાના ભાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આજે યુવકની હિંમત આટલી વધી ન ગઈ હોત. અને તેની બહેનને આવી રીતે સળગવું ન પડ્યું હોત.ડા. સુનિલ કુમાર સાહિલે જણાવ્યું હતું કે, પીડિતા ખરાબ રીતે દાઝી ગઈ છે. તેનું બચવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. જો પીડિતાની હાલત થોડી પણ સુધારા ઉપર રહેશે તો તેને પટણા રિફર કરવામાં આવશે. પીડિતાનું લગભગ ૯૦ ટકા શરીર દાઝી ગયું છે.

મુઝફ્ફરપુરના એસએસપી જયંતકાંતે કહ્યું હતું કે, જો આ ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તેમણે કહ્યું કે, રવિવારે આ ઘટનામાં અહિયાપુર પોલીસે સારું કામ કર્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News of Gujarat
Top