Monday, 13 Jul, 4.52 pm News Space

Posts
કોરોના વાયરસ ભારતમાંથી ક્યારે બિલકુલ ખત્મ થશે, મળી રહી છે કેટલીક અટકળો!

કોરોના વાયરસ ભારતમાંથી ક્યારે બિલકુલ ખત્મ થશે, મળી રહી છે કેટલીક અટકળો!

ગુજરાત: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કાળો કહેર મચાવ્યો છે. દુનિયામાં તમામ દેશોમાં થી એક કરોડથી પણ વધારે કેસ થઇ ગયા છે. જેથી આવનાર સમયમાં ક્યારે કોરોના થી લોકોને મુક્તિ મળે તેવું પણ અનુમાન લગાવવું ખુબ જ મુશ્કેલ ભર્યું છે.

કોરોના વાયરસની રશિઓ એકવીશ દેશોમાં ૧૦૦ થી વધારે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી કોઈ વેક્સિન માર્કેટ સુધી પહોંચી નથી. જ્યારે કોઈ પણ વેક્સિન સફળ પરીક્ષણ બાદ માર્કેટમાં આવે ત્યારે જ અનુમાન લગાવી શકાય કે આ મહામારી ક્યારે રોકી શકાશે.

કોરોના વાયરસની આવનાર સમયમાં સૌથી પહેલા રશિયાની એક સંસ્થા સફળ વેક્સિન બનાવી હોવાનો દાવો કરી રહી છે. પરંતુ આ વેક્સિન પણ અત્યારે જો સફળ નિવડે તો ૨૦૨૧ સુધી સમગ્ર વિશ્વમાં આવી શકે. અને ત્યારબાદ લોકોને આપવી એ પણ ખુબ જ પડકાર્યા કાર્ય છે.

કોરોના વાયરસ ની શરૂઆત ચીનમાં સૌપ્રથમ ૨૦૧૯ માં નવેમ્બર ડીસેમ્બર મહિનામાં થઇ હતી. ત્યારબાદ વિશ્વમાં ચીને જ સંપૂર્ણ રીતે કોરોના પર કાબૂ મેળવ્યો હોય તેવું ચીનનું કહેવું છે. ચીન સિવાય વિશ્વના અમુક દેશોએ પણ કોરોના વાયરસ પર કાબુ મેળવ્યો છે.

ત્યારબાદ દુનિયામાં તમામ દેશોમાં કોરોના વાયરસ પ્રસરી ગયો અને ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં પહેલો કેસ જોવા મળ્યો હતો.  ત્યારબાદના સમયથી આજ સુધીમાં ભારતમાં નવ લાખથી પણ વધારે કેસ થઇ ગયા છે. એ પણ ખુબ જ ચિંતાનો વિષય છે.

કોરોના વાયરસની આવનાર સમયમાં એટલે કે જ્યારે વેક્સિન આવ્યા બાદ પણ એકદમ રીતે નિયંત્રણ નહીં લાવી શકાય. પરંતુ અમુક હદે નિયંત્રણ કરી સંક્રમણ રોકી શકાશે.

અત્યાર સુધીમાં આવેલ રિપોર્ટ અનુસાર જો ભારતમાં ૨૦૨૧ સુધીમાં વેક્સિન નહીં આવે તો કોરોના સંક્રમણની સંખ્યા રોજ લાખોમાં જતી રહેશે. અને ત્યારબાદ નિયંત્રણ લાવવું ખુબ જ અઘરૂં થયી શકે છે.

અમેરિકામાં અત્યારે રોજના પચાસ હજારથી પણ વધારે કોરોના સંક્રમિત લોકોના કેસ સામે આવી રહ્યા છે. એ પ્રકારની પરિસ્થિતિ કોઈ પણ વિકસિત દેશ માટે પણ ખુબ જ પડકાર રુપ છે.

આવનાર સમયમાં કોરોના વાયરસનો અંત લાવવાનું એક જ માત્ર ઉપાય છે, એ છે કોરોના સંક્રમણની ચેન તોડવી. તેના સિવાય હજી સુધી કોઈ પણ ઉપાય શોધવામાં આવ્યો નથી.

કોરોના વાયરસ ની વેક્સિન અત્યારના સમયમાં આવી જાય તેમ છતાં પણ હજી લોકો સુધી પહોંચાડવામાં મહિનાઓ અને વર્ષો લાગી શકે છે.

આવનાર સમયમાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે અમને ફોલો કરી શકો છો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News Space
Top