Sunday, 09 May, 10.25 pm News4 ગુજરાતી

હોમ
ચીને 5 વર્ષ પહેલાજ કોરોનાથી તબાહીનો પ્લાન ઘડી નાંખ્યો હતો

China had planned the destruction of the Corona 5 years ago

લીક ડોક્યુમેન્ટ અનુસાર 2015 માં ચીનના મિલિટરી વૈજ્ઞાનિકો અને હેલ્થ ઓફિસરોએ એક ગુપ્ત બેઠક યોજી હતી તેમાં કોરોના વાયરસ અંગે ચર્ચા થઈ. બેઠકમાં કોરોના વાયરસનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરવાની સઘન ચર્ચા કરવામાં આવી હોવાનું પણ અમેરિકી દસ્તાવેજમાં જણાવાયું છે.

અમેરિકી ડોક્યુમેન્ટમાં એવું પણ જણાવાયું છે કે ચીનના ટોચના મિલિટરી વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ પર તેમના વિચારો વ્યક્ત કર્યાં હતા અને આગાહી કરી હતી કે થર્ડ વર્લ્ડ વોર આ બાયોલોજિકલ વેપન વડે જ લડી શકાશે.

આ પણ વાંચો:- દિલ્હીને ઓછું ઓક્સિજન મળતાં સુપ્રીમ કોર્ટે કહ્યું- કડક નિર્ણય લેવા મજબૂર ન કરો

ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલીસી ઈન્સ્ટીટ્યુટના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર પીટર જેનિગ્સે જણાવ્યું કે મને લાગે છે કે આ ઘણું મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્પસ્ટ દર્શાવે છે કે ચીનના વૈજ્ઞાનિકોએ કોરોનાના વિવિધ સ્ટ્રેનનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરવાનો વિચાર કર્યો હતો. આને કારણે જ ચીન કોરોનાની ઉત્પત્તિની બીજા દેશોની તપાસને નકારતો રહ્યો હતો. કારણ કે તેને ભય હતો કે તપાસમાં આ વાત ખુલી જશે તો તેનાથી મોટો અનર્થ સર્જાશે.

અનનેચરલ ઓરિજિન ઓફ સાર્સ એન્ડ ન્યુ સ્પેસિસ ઓફ મેન મેડ વાયરસ એઝ એ જેનેટિક બાયોવેપન્સ ટાઈટલ હેઠળના રિપોર્ટમા આગાહી કરાઈ હતી કે હવે પછીનું વર્લ્ડ વોર વાયરસ વડે લડાશે અને કોરોના વાયરસને નવા યુગના શસ્ત્ર તરીકે ગણાવાયો હતો. કોરોના વાયરસના બંધારણમાં કૃત્રિમ ચેડા કરીને તેને માનવોમાં આરોપિત કરી શકાય છે અને આ રીતે આખું એક જૈવિક યુદ્ધ લડી શકાય છે અને જીતી શકાય છે તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.

આ પણ વાંચો:- અન્ય દેશોને કોરોના રસી કેમ આપવામાં આવી હતી? વિદેશ પ્રધાને ભારતની લાચારી જણાવી

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News4 Gujarati
Top