Modi Cabinet decides on ethanol prices
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ યોજીને કેબિનેટના નિર્ણયની જાણકારી આપી હતી.
કેન્દ્રીય કેબિનેટે ગુરૂવારે ઇથેનોલ, જૂટની ખરીદ માટે નવા તંત્રને મંજૂરી આપી દીધી છે, સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે વર્ષ 2020-2021 માટે ઇથેનોલના નવા ભાવ નક્કી કર્યા છે, જે હવે 62.65 રૂપિયા પ્રતિ લીટર હશે.
આ સિવાય જૂટની બેગનો ઉપયોગ વધારવા માટે ખાદ્ય સામાનને જૂટની બેગમાં પેકિંગ કરવામાં આવશે. હવે ખાદ્યનની 100 ટકા પેકિંગ જૂટના થેલા અને ખાંડના વીસ ટકા સામાનની પેકિંગ જૂટના થેલામાં થશે. સામાન્ય લોકો માટે જૂટના થેલાના શું ભાવ હશે, તેનો નિર્ણય કમિટી કરશે.
કેબિનેટની બેઠકમાં બાંધોની સુરક્ષા અને જાળવણી માટે યોજનાના બીજા અને ત્રીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજના બે તબક્કામાં પૂરી થશે, જેનો ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા સુધી થશે. આ યોજના હેઠળ હાલના બાંધોને નવી ટેકનીકના આધાર પર તૈયાર કરવામાં આવશે, જે બાંધ ખુબ જૂના થઈ ગયા છે તેમાં સુધાર કરવામાં આવશે અને અન્ય કામોને પૂરા કરવામાં આવશે.

