Dailyhunt

પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

શોક લેલેન્ડની ટ્રક, પ્લાસ્ટિકના બબલ રોલ તથા મોબાઇલ ફોન મળી રૂપિયા ૭૨.૫૯ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ટ્રક ચાલકની અટકાયત

(પ્રતિનિધિ) દાહોદ, પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા પાસે દાહોદ એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં લઈ જવાતા રૂપિયા ૫૨.૨૯ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ તથા બિયર સાથે બંધ બોડીની અશોક લેલન ટ્રક પકડી પાડી, રૂપિયા ૨૦ લાખની ટ્રક, રૂપિયા ૫૦૦૦/-નો મોબાઇલ ફોન તથા રૂપિયા ૨૫૦૦૦/-ની કિંમતના પ્લાસ્ટિકના બબલ રોલ મળી કુલ રૂપિયા ૭૨,૫૯,૬૧૬/-ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલકની અટકાયત કર્યાનુ સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણા, પીએસઆઇ આરવી રાઠોડ, પીએસઆઇ એન બી પરમાર, પીએસઆઇ બીવી ભગોરા તથા સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ ભથવાડા ટોલનાકા પાસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક બંધ બોડીની એમપી ૦૯-જી એચ-૪૧ ૫૯ નંબરની મધ્યપ્રદેશ પાસિંગની અશોક લેલન કંપનીની ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે. જે ટ્રકે હાલ દાહોદ પસાર કરેલ છે. અને ગોધરા થઈ ગાંધીધામ તરફ જનાર છે.

જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની ટીમે ભથવાડા ટોલનાકા પાસે વ્યુહાત્મક ગોઠવી હતી. તે દરમિયાન બાતમીના દર્શાવેલ નંબરવાળી મધ્યપ્રદેશ પાસિંગની બંધ બોડીની અશોક લેલન કંપનીની ટ્રક નજીક આવતા જ પોલીસે ટ્રકને રોડની સાઈડમાં ઉભી રખાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં સંતાડીને મુકેલ વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે પ્લાસ્ટિક ના બબલરોલની આડમાંથી રૂપિયા ૫૨,૨૯,૬૧૬/-ની કુલ કિંમતના ભારતી બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ પેટીઓ નંગ- ૬૧૦માં ભરેલ કુલ બોટલ નંગ-૧૨૪૮૦ તથા છુટ્ટી બોટલ નંગ -૪૩ મળી કુલ બોટલ નંગ-૧૨૫૨૩ પકડી પાડી, સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની બંધ બોડીની અશોક લેલન કંપનીની ટ્રક, રૂપિયા ૫૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન

તથા રૂપિયા ૨૫,૦૦૦/-ની કિંમતના પ્લાસ્ટિકના બબલ રોલ મળી કુલ રૂપિયા ૭૨,૫૯,૬૧૬/-ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક નગરસિંહ બલિયાસિંહ એરસીંગ ગેહલોદ રહેવાસી- કટરાપુરા જિલ્લા ધાર (મધ્ય પ્રદેશ) ની અટકાયત કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News4 Gujarati