Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AAP Gujarat : આમ આદમી પાર્ટી હવે ખેડૂતો માટે સરકાર સામે મેદાને, પ્રવીણ રામ સહિતના નેતાઓ હવે કરશે પ્રતીક ઉપવાસ

AAP Gujarat : આમ આદમી પાર્ટી હવે ખેડૂતો માટે સરકાર સામે મેદાને, પ્રવીણ રામ સહિતના નેતાઓ હવે કરશે પ્રતીક ઉપવાસ

Nirbhay News 4 months ago

AAP Gujarat : ગુજરાતમાં એક તરફ હાલ ચૈતર વસાવા જેલમાં બંધ છે. તો બીજી તરફ ખેતરોમાં વીજલાઇન નાખવાના મામલે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. અને આ બંને મુદ્દાઓ હાલ ગુજરાતમાં સતત ચર્ચાનો વિષય છે. ગઈકાલે ચૈતર વસાવા માટે જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજે આમ આદમી પાર્ટીએ નવી જાહેરાત કરી છે. અને હવે ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે.

ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 5 જુલાઈએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદેશ નેતૃત્વ અને રાજ્યભરના ખેડૂતોની હાજરીમાં સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના તમામ અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપવાસ કરશે અને ખેડૂતોના પ્રશ્નોને સરકાર સમક્ષ ઉઠાવશે.

AAPના પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વીજ પોલ સહિતના અનેક પ્રશ્નોને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેતપરમાં ખેડૂતો ઘણા દિવસોથી આમરણ ઉપવાસ પર બેઠા હોવા છતાં સરકાર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

પ્રવીણ રામે જણાવ્યું કે ચોમાસામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, બિયારણ અને ખાતરની અછતને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા છે. બીજી તરફ, જો પાક સારો થાય તો પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ખેડૂતો દ્વારા અનેક આંદોલનો અને AAP દ્વારા કિસાન મહાપંચાયત યોજવા છતાં સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવી રહી નથી.

તેમણે રાજ્યભરના ખેડૂતોને આ સામૂહિક ઉપવાસમાં જોડાવા અપીલ કરતાં જણાવ્યું કે ખેડૂતોના હક્ક અને હિત માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News