Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bhavnagar લઠ્ઠાકાંડમાં કેસમાં SMCની મોટી કાર્યવાહી, પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ

Bhavnagar લઠ્ઠાકાંડમાં કેસમાં SMCની મોટી કાર્યવાહી, પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ

Nirbhay News 4 days ago

Bhavnagar લઠ્ઠાકાંડ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. લઠ્ઠાકાંડની તપાસ દરમિયાન પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, ડુપ્લિકેટ દારૂમાં ભેળસેળ કરીને તૈયાર કરવામાં આવેલા ઝેરી દારૂના કારણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો.

આ સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસ કર્મચારીની ભૂમિકા સામે આવતા SMCએ રાજદીપસિંહ ગોહિલને ઝડપી લીધો છે.

સાંજે કોર્ટમાં કરાશે રજૂ

ધરપકડ બાદ આરોપી પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં તેની રિમાન્ડની માંગ કરવામાં આવે છે કે નહીં અને તપાસમાં વધુ કયા ખુલાસા થાય છે તેના પર હવે સૌની નજર છે.

લઠ્ઠાકાંડની તપાસમાં SMCની મોટી કાર્યવાહી

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગેરકાયદે દારૂના નેટવર્ક અને તેની સાથે સંકળાયેલા લોકો સામે તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતા સમગ્ર પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચ્યો છે.

હવે રાજદીપસિંહ ગોહિલની પૂછપરછમાં લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા અન્ય લોકો, ડુપ્લિકેટ દારૂના નેટવર્ક અને સમગ્ર ઘટનાની પાછળની કડી અંગે વધુ મહત્વની વિગતો સામે આવે તેવી શક્યતા છે. SMCની તપાસ આગળ વધતા લઠ્ઠાકાંડમાં હજુ વધુ ધરપકડો થાય છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News