Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold Silver Price માં મોટો કડાકો: 2 દિવસમાં ચાંદી 9હજાર અને સોનું 4,500 રૂપિયા સસ્તું થયું, જાણો નવા દરો

Gold Silver Price માં મોટો કડાકો: 2 દિવસમાં ચાંદી 9હજાર અને સોનું 4,500 રૂપિયા સસ્તું થયું, જાણો નવા દરો

Nirbhay News 1 week ago

Gold Silver Price: સરાફા બજાર અને કિંમતી ધાતુઓના રોકાણકારો માટે ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. માત્ર 2 દિવસના ગાળામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 9,000 રૂપિયા અને સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 4,500 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ કડાકા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને વૈશ્વિક બજારના પરિબળો મુખ્ય કારણભૂત માનવામાં આવી રહ્યા છે.

ચાંદી ઓલટાઇમ હાઇથી 1.58 લાખ રૂપિયા સસ્તી થઈ

બજારની પરિસ્થિતિ પર નજર કરીએ તો 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 3.86 લાખ રૂપિયાના ઓલટાઇમ હાઇ સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 29 જાન્યુઆરીના ઓલટાઇમ હાઇ લેવલથી ચાંદી હાલ 1.58 લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ચૂકી છે અને ભાવ ઘટીને 2.28 લાખ રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરે પણ ચાંદીનો ભાવ 2.28 લાખ રૂપિયાની આસપાસ રહ્યો હતો.

24 કેરેટ સોનામાં 4,500 રૂપિયાનો મોટો ઘટાડો

ચાંદીની સાથે સોનાના દરોમાં પણ સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 4,500 રૂપિયાનો ઘટાડો થતાં ગ્રાહકોને મોટી રાહત મળી છે. નોંધનીય છે કે, 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. ત્યાંથી અત્યાર સુધીમાં સોનું કુલ 24,000 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. અગાઉ 31 ડિસેમ્બરે સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા નોંધાયો હતો.

ઈરાન-અમેરિકા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવની અસર

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં સોના-ચાંદી પર મોટું દબાણ ઊભું થયું છે. આ સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા રાજકીય તણાવ વચ્ચે પણ કિંમતી ધાતુઓમાં કડાકો જોવા મળ્યો છે. પીએમ મોદીની અપીલ અને વૈશ્વિક પરિબળોની સીધી અસર સ્થાનિક બજાર પર પડી રહી છે. સોના-ચાંદીના ભાવમાં આવી રહેલો આ ફેરફાર રોકાણકારો અને ખરીદદારો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News