Gopal Italia : નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત "સામાજિક જનસમર્થન સભા"ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે પણ આદિવાસી સમાજના લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. ગામેગામથી બસો ભરીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં લોકો ડેડીયાપાડા પહોંચી રહ્યા છે.
આ સભામાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા, ધારાસભ્ય અનંત પટેલ, AAP નેતાઓ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાધિકા રાઠવા સહિતના નેતાઓ પહોંચ્યા છે. જ્યાં દરેકનો એક હુંકાર છે કે ચૈતર વસાવાને છોડાવવાના છે.
ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કર્યા પ્રહાર
ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાના સમર્થનની સભામાં હુંકાર ભારત કહ્યું કે, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાયક નેતા ચૈતર વસાવા આપણી વચ્ચે પેદા થયો છે. આદિવસોય વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓ મામલે બોલ્યા કોણ ચૈતર વસાવા. લોકો માટે મજબૂતીથી જેને અવાજ ઉપાડ્યો, ખાનગી પ્રોજેક્ટના નામે આદિવાસીઓ વિરુદ્ધ ચાલતા ષડયંત્રોને રોકવાનું કામ ચૈતર વસાવાએ કર્યું. જેની ઉપર બળાત્કારનો આરોપ છે એ આજે પણ વિધાનસભામાં છે. જેની પર મનરેગા કૌભાંડનો આરોપ છે, તે પણ બહાર છે જેલમાં નહિ. બધાએ અહીંયા સભા કરી ચૈતર વસવાનું વર્ચસ્વ ખતમ કરવાની કોશિશ કરી પણ આદિવાસીઓએ કહી દીધું ઝુકેગા નહિ સાલા. વધુમાં શું કહ્યું તે સાંભળો નીચે આપેલા વીડિયોમાં….

