Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Rain : અમરેલી-ગીર પંથકમાં મેઘતાંડવ, ભારે વરસાદથી પૂરની સ્થિતિ ગંભીર, ડેમ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ

Gujarat Rain : અમરેલી-ગીર પંથકમાં મેઘતાંડવ, ભારે વરસાદથી પૂરની સ્થિતિ ગંભીર, ડેમ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ

Nirbhay News 3 months ago

Gujarat Rain : અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. રાજુલાથી ખાંભા જતો મુખ્ય માર્ગ પાણીના જોરદાર પ્રવાહ હેઠળ આવી ગયો હોવાથી કાતર, ડેડાણ સહિતના ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ ગમે ત્યારે બંધ કરવાની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

ડુંગર ગામ નજીક આવેલા નદીના પુલ પર પણ પૂરના પાણી ફરી વળતાં અવરજવર પર અસર થઈ છે.

શહેરમાં જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી

રાજુલા શહેરમાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મુખ્ય બજારો ઉપરાંત છતડીયા રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સૂર્યા બંગ્લોઝ સોસાયટીના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હાલ લોકો તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે.

ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને ચેતવણી

સતત વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં તેના છ દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, ઉચેયા સહિત આઠથી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ખાંભા તાલુકાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના કાંઠાના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધાતરવડી ડેમ-1 પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

રાજ્યભરમાં ભારે વરસાદ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન 59 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં અંદાજે અઢી ઇંચ નોંધાયો છે. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે, જેના કારણે ગીર અને અમરેલી પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આજે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી કલાકોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તંત્રે લોકોને પૂરગ્રસ્ત માર્ગો, પુલો અને નદી-નાળાના વહેણમાંથી પસાર ન થવા તેમજ અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News