Kartik Aaryan: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે જાણીતો છે. આ વર્ષે પણ તેણે પોતાની બહેન કૃતિકા સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ખૂબ જ ખાસ, પ્રેમભર્યા અને મસ્તીભર્યા અંદાજમાં ઉજવ્યો છે. અભિનેતાએ શેર કરેલી તસવીરોમાં ભાઈ-બહેન વચ્ચેનું અનોખું બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
પરંપરાગત રીતરિવાજ અને પેટ્સ સાથે મસ્તી
કાર્તિક આર્યન દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરોની એક સીરિઝ શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં તે પોતાની બહેન કૃતિકા સાથે રક્ષાબંધનની પરંપરાગત રસ્મો નિભાવતો જોવા મળે છે. એક તસવીરમાં કૃતિકા તેને મીઠાઈ ખવડાવી રહી છે, જ્યારે કાર્તિક હાથ જોડીને આશીર્વાદ લઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય તસવીરોમાં બંને પોતાના પાલતુ શ્વાન સાથે પણ મસ્તી કરતા નજરે પડે છે.
'જેબ ખાલી' કેપ્શન બની ગયું ચર્ચાનો વિષય
આ પોસ્ટ સાથે કાર્તિક આર્યનn દ્વારા લખવામાં આવેલું કેપ્શન ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેણે પોતાના રમૂજી અંદાજમાં લખ્યું છે કે, 'રાખી ડન, આશીર્વાદ ક્રેડિટેડ, જેબ ખાલી'. અભિનેતાનું આ કેપ્શન રક્ષાબંધનના એ મજેદાર પાસાને રજૂ કરે છે, જેની સાથે સામાન્ય રીતે દરેક ભાઈ પોતાની જાતને જોડી શકે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ મનોરંજક કેપ્શનને ખૂબ પસંદ કરી રહ્યા છે.
પરંપરાગત અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા ભાઈ-બહેન
શેર કરેલી તસવીરોમાં લુકની વાત કરીએ તો કૃતિકા આછા લીલા રંગના સુંદર ટ્રેડિશનલ આઉટફિટમાં સજ્જ જોવા મળી રહી છે, જ્યારે કાર્તિકે સિમ્પલ અને કમ્ફર્ટેબલ કેઝ્યુઅલ લુક પસંદ કર્યો છે. બંનેની આ ફેમિલી ક્ષણોમાં તહેવારની ધાર્મિક વિધિઓ ઉપરાંત હાસ્ય, પ્રેમ અને આત્મીયતા જોવા મળી રહી છે.

