Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surat ના પીપલોદની રાધાકૃષ્ણ હોટલના દાલ તડકામાંથી નીકળ્યો વંદો: ગ્રાહકે વીડિયો વાયરલ કરી પાલિકામાં કરી ફરિયાદ

Surat ના પીપલોદની રાધાકૃષ્ણ હોટલના દાલ તડકામાંથી નીકળ્યો વંદો: ગ્રાહકે વીડિયો વાયરલ કરી પાલિકામાં કરી ફરિયાદ

Nirbhay News 1 week ago

Surat: ખાણીપીણીના શોખીનોના શહેર સુરતમાં વધુ એક જાણીતી હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પીપલોદ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ગણાતી રાધાકૃષ્ણ હોટલ (Radhakrishna Hotel) માંથી મંગાવવામાં આવેલા ફૂડ પાર્સલમાંથી વંદો નીકળ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોજનમાંથી વંદો નીકળતાં ગ્રાહકે હોટલ પર પહોંચી કિચનમાં જઈ કર્મચારીઓનો ઉધડો લીધો હતો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

દાલ તડકાના ડબ્બામાંથી નીકળ્યો વંદો

મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે પીપલોદની રાધાકૃષ્ણ હોટલમાંથી જમવાનું પાર્સલ કરાવ્યું હતું. ગ્રાહકે તવા વેજ, બટર રોટી, જીરા રાઈસ અને દાલ તડકા સહિતની વાનગીઓ ખરીદી હતી, જેનું હોટલ પ્રશાસન દ્વારા પાકું બિલ પણ આપવામાં આવ્યું હતું. ઘરે પહોંચીને જ્યારે પરિવારે જમવા માટે દાલ તડકાનું કન્ટેનર ખોલ્યું, ત્યારે તેમાં એક વંદો તરતો જોવા મળ્યો હતો. શુદ્ધ શાકાહારી ભોજનમાં જીવાત જોઈને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા.

ગ્રાહકે કિચનમાં જઈ સંચાલકોને ખુલ્લા પાડ્યા

આ ઘટના બાદ ગ્રાહક તાત્કાલિક દાલ તડકાનું પાર્સલ અને બિલ લઈને સીધા હોટલ પર પહોંચ્યા હતા. તેમણે હોટલના રસોડામાં જઈને સ્ટાફ અને મેનેજર સમક્ષ દાળનો ડબ્બો ખોલીને બતાવ્યો હતો અને ત્યાં હાજર સ્ટાફની ભારે ઝાટકણી કાઢી હતી. હોટલમાં સ્વચ્છતાના અભાવ અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે ગ્રાહકે સ્થળ પર જ મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી પ્રસર્યો છે.

મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગને ફરિયાદ

આ ગંભીર બેદરકારી સામે ગ્રાહક દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રાહકોના જીવ સાથે રમત રમતી આવી હોટલો સામે કડક કાનૂની પગલાં ભરવા, ભારે દંડ ફટકારવા તેમજ રસોડાની સ્વચ્છતા તપાસવા માંગણી કરવામાં આવી છે. શહેરમાં અવારનવાર હોટલો અને રેસ્ટોરન્ટ્સના ખોરાકમાંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા લોકોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(નોંધ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની સત્યતા કે પ્રામાણિકતાની સત્તાવાર પુષ્ટિ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nirbhay News