Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આ રાજ્યમાં 6 મેના રોજ હોટેલ-રેસ્ટોરન્ટ બંધ: LPG સિલિન્ડરના 993 રૂપિયાના ભાવવધારા સામે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત

આ રાજ્યમાં 6 મેના રોજ હોટેલ-રેસ્ટોરન્ટ બંધ: LPG સિલિન્ડરના 993 રૂપિયાના ભાવવધારા સામે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત

OFFBEAT STORIES 1 month ago

Kerala Hotel and Restaurant Association: કેરળમાં વધતા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ અને સતત સપ્લાય સંકટને લઈને હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ હવે ખુલ્લેઆમ સરકાર સામે આવી ગયો છે. 6 મે, 2026ના રોજ રાજ્યભરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ રાખવાની જાહેરાત બાદ નાના ભોજનાલયોથી લઈને મોટા રેસ્ટોરન્ટ સુધીના વેપારીઓમાં ચિંતા વધી છે. ઉદ્યોગ સંસ્થાઓનું કહેવું છે કે હાલની સ્થિતિમાં વ્યવસાય ચલાવવો લગભગ અશક્ય બની ગયો છે.

કેરળમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગે 6 મે, 2026ના રોજ રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ વિરોધનું નેતૃત્વ Kerala Hotel and Restaurant Association (KHRA) કરી રહી છે. મુખ્ય કારણ છે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલો ભારે વધારો અને લાંબા સમયથી ચાલતી સપ્લાય અછત. ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોના જણાવ્યા મુજબ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં લગભગ ₹933નો વધારો થયો છે, જેના કારણે હોટેલ, નાના ભોજનાલય, ચા-નાસ્તાની દુકાનો અને કેટરિંગ વ્યવસાય પર ભારે આર્થિક દબાણ આવ્યું છે. ઘણા વેપારીઓએ દાવો કર્યો છે કે ગેસના વધેલા ખર્ચને કારણે દૈનિક કામગીરી જાળવવી મુશ્કેલ બની ગઈ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકસાથે ₹993નો વધારો ઝીંકવામાં આવતા હોટલ ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કિંમતમાં વધારાની સાથે સાથે બજારમાં ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન મળવાને કારણે હોટલ સંચાલકો માટે કામકાજ ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે. આ હડતાળનું આહવાન કેરળ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (KHRA) દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કેદારનાથમાં 4000 કરોડના ખર્ચે બનશે રોપ-વે : 8-9 કલાકની યાત્રા 36 મિનિટમાં થશે પૂર્ણ, ગૌતમ અદાણી પત્ની સાથે પહોંચ્યા કેદારનાથ

સંગઠનની માંગણીઓ

હોટલ માલિકો કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

1. ગેસના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરીને રાહત આપવામાં આવે.

2. કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠાને 'આવશ્યક સેવા' (Essential Service) તરીકે જાહેર કરવામાં આવે જેથી સપ્લાય ખોરવાય નહીં.

અગાઉ માર્ચ 2026 માં પણ આ જ કટોકટીને કારણે કેટલાક વિસ્તારોમાં 80% થી વધુ હોટલો બંધ રહેવાની નોબત આવી હતી. હોટલ માલિકોનું કહેવું છે કે આટલા ઊંચા ખર્ચે નાના ખાણી-પીણીના સ્ટોલ કે રેસ્ટોરન્ટ ચલાવવા હવે આર્થિક રીતે પરવડે તેમ નથી. જો સરકાર દ્વારા આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે અથવા કોઈ ઉકેલ નહીં આવે, તો 6 મેના રોજ કેરળ આવતા પ્રવાસીઓ અને સ્થાનિક જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

માર્ચમાં પણ સર્જાયો હતો સંકટ

આ પહેલીવાર નથી જ્યારે કેરળનો હોટેલ ઉદ્યોગ LPG મુદ્દે વિરોધ પર ઉતર્યો હોય. માર્ચ 2026 દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ગેસ સપ્લાયના ગંભીર સંકટને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટોને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. તે સમયે ઉદ્યોગ સંસ્થાઓએ સરકાર પાસે કોમર્શિયલ LPG સપ્લાયને "Essential Service" તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. કેટલાક વિસ્તારોમાં તો 80 ટકા જેટલા હોટેલો પર અસર પડી હોવાનું જણાવાયું હતું. નાના હોટેલ માલિકોનું કહેવું હતું કે નિયમિત ગેસ સપ્લાય ન મળવાથી ગ્રાહકોને સેવા આપવી મુશ્કેલ બની ગઈ હતી. હવે ભાવવધારાના નવા ઝટકાએ સ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી છે.

આ પણ વાંચો: 'CM ભગવંત માન દારૂના નશામાં આવ્યા છે' : પંજાબ વિધાનસભામાં અકાલી દળના નેતાના ગંભીર આક્ષેપથી ખળભળાટ

"આ રીતે વ્યવસાય ચલાવવો અશક્ય": હોટેલ માલિકો

KHRA સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ જણાવ્યું કે કોમર્શિયલ LPG વિના હોટેલ ઉદ્યોગ ચાલી શકતો નથી. ગેસના વધતા ખર્ચ સાથે વીજળી, કાચા માલ, કામદારોના પગાર અને અન્ય ખર્ચમાં પહેલેથી જ વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં LPGના ભાવમાં થયેલો મોટો વધારો નાના અને મધ્યમ સ્તરના વેપારીઓ માટે ગંભીર સંકટ સમાન છે. હોટેલ માલિકોનો આક્ષેપ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી પૂરતું સહયોગ મળતો નથી. ઘણા વેપારીઓનું કહેવું છે કે ગેસના ખર્ચમાં સતત વધારો થાય તો ભોજનની કિંમત વધારવી પડશે, જેનો સીધો ભાર સામાન્ય ગ્રાહકો પર પડશે. કેટલાક રેસ્ટોરન્ટ માલિકોએ ચેતવણી આપી છે કે જો સરકાર તરફથી તાત્કાલિક રાહત ન મળે તો રાજ્યમાં વધુ હોટેલો કાયમી રીતે બંધ થવાની શક્યતા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES