આમિર ખાન અને ઋતિક રોશન હતા પહેલી પસંદ: સલમાન પહેલા આ સ્ટાર્સને મળી હતી ઓફર
બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'બજરંગી ભાઈજાન' આજે પણ દર્શકોની ફેવરિટ ફિલ્મોમાંની એક છે. પવન કુમાર ચતુર્વેદીના પાત્રમાં સલમાન ખાનની એક્ટિંગે દરેકના દિલ જીતી લીધા હતા, પરંતુ શું તમે જાણો છો કે સલમાન આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ નતા? ફિલ્મના લેખક વિજયેન્દ્ર પ્રસાદે આ સ્ક્રિપ્ટ સૌથી પહેલા મિસ્ટર પરફેક્શનિસ્ટ Aamir Khan ને સંભળાવી હતી.
આમિરને વાર્તા ખૂબ જ ગમી હતી, પરંતુ તેને લાગ્યું કે આ રોલ માટે સલમાન ખાન વધુ યોગ્ય રહેશે, તેથી તેણે પોતે જ સલમાનના નામનું સૂચન કર્યું હતું. માત્ર આમિર ખાન જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના અન્ય દિગ્ગજ કલાકારોનો પણ આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. Hrithik Roshan પાસે પણ આ સ્ક્રિપ્ટ ગઈ હતી, પરંતુ કોઈ કારણસર વાત બની શકી નહોતી.
આમિર ખાનનું એક સૂચન અને સલમાનના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ
અંતે, જ્યારે દિગ્દર્શક કબીર ખાને સલમાન ખાનને વાર્તા સંભળાવી, ત્યારે સલમાન તરત જ આ ફિલ્મ કરવા માટે રાજી થઈ ગયા હતા. વર્ષ 2015 માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 900 કરોડથી વધુની કમાણી કરી હતી અને તે સલમાન ખાનના કરિયરની સૌથી સફળ અને યાદગાર ફિલ્મોમાંની એક સાબિત થઈ. આમિર ખાનના એક સૂચને સલમાન ખાનને તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ અપાવી હતી.

