Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બનાસકાંઠાનાં પાલનપુરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ: સરકારી કર્મીઓને પણ ફટકારાયો દંડ

બનાસકાંઠાનાં પાલનપુરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ: સરકારી કર્મીઓને પણ ફટકારાયો દંડ

OFFBEAT STORIES 5 months ago

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનાં નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર વિશેષ ચેકિંગ ડ્રાઈવ ચલાવી હેલમેટ વગર બાઈક ચલાવતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ સલામતી વધારવો અને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી ન હતી.

સરકારી કર્મચારીઓ સહિત તમામ વાહનચાલકોને નિયમોના પાલન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે ટ્રાફિક નિયમો બધા માટે સમાન છે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે.

મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ

શહેરના વ્યસ્ત વિસ્તારો અને મુખ્ય ચોરાહાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને હેલમેટ વગર બાઈક ચલાવતા લોકો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ દંડ વસૂલ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ, કેટલાક સ્થળોએ લોકોના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન સરકારી કર્મચારીઓને પણ છોડવામાં આવ્યા નથી. આ સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવા સરકારી કર્મીઓએ અન્ય રસ્તો અપનાવ્યો હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતીઓને મળી મોટી ભેટ : સુરતમાં શરૂ થયું દેશનું પ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા!

દંડથી બચવા લોકો વિકલ્પ માર્ગે

આ કાર્યવાહી દરમિયાન રસપ્રદ દૃશ્યો પણ જોવા મળ્યા હતા. ચેકિંગથી બચવા માટે ઘણા વાહનચાલકો મુખ્ય રસ્તાઓ છોડીને આંતરિક અને વિકલ્પ માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જોકે પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાની ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈપણ નિયમ ભંગ કરનાર બચી ન શકે. તાજેતરમાં માર્ગ અકસ્માતોના બનાવોને ધ્યાનમાં રાખીને આ અભિયાન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સતત આવી કાર્યવાહી ચાલુ રાખવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: રેડ સિગ્નલ પર હવે નહીં જોવી પડે ખોટી રાહ! : અમદાવાદના 131 ટ્રાફિક સિગ્નલ થશે સ્માર્ટ! વાહનોની સંખ્યા જોઈને AI આપોઆપ બદલશે ટાઈમર!

નાગરિકોને અપીલ

ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને હેલમેટ પહેરીને જ વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ, અન્ય ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવા જણાવ્યું છે, જેથી પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રહી શકે. પાલનપુરમાં શરૂ કરાયેલ આ કડક કાર્યવાહીથી લોકોમાં નિયમ પાલન અંગે ગંભીરતા વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES