Dailyhunt
ગુજરાત વિધાનસભામાં ગાજ્યા વિપક્ષી ધારાસભ્યો: ગુમ થયેલા બાળકો અને કરોડોના દારૂના મુદ્દે કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી

ગુજરાત વિધાનસભામાં ગાજ્યા વિપક્ષી ધારાસભ્યો: ગુમ થયેલા બાળકો અને કરોડોના દારૂના મુદ્દે કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી

OFFBEAT STORIES 1 month ago
Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે વિપક્ષી ધારાસભ્યોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલા બાળકો તેમજ રાજ્યમાં મોટા પાયે ઘૂસી રહેલા ગેરકાયદે દારૂના મુદ્દે ગૃહમાં ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડવાલાએ સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબોને અસંતોષકારક ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા હતા.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુમ થયેલા બાળકોના મામલે માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરી હતી, જ્યારે ઈમરાન ખેડવાલાએ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું જણાવીને બોર્ડર પરના ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.ગુમ થયેલા બાળકોનો મુદ્દો: "8 બાળકો ક્યાં છે?" - વિમલ ચુડાસમાગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે વિપક્ષી ધારાસભ્યોએ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહમાં અત્યંત ગંભીર એવો ગુમ થયેલા બાળકો અને મહિલાઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 2024-25 દરમિયાન અનેક લોકો લાપતા થયા છે. સરકાર વતી મંત્રીએ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા શોધખોળ ચાલતી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે, હજુ સુધી જૂનાગઢના 7 અને ગીર સોમનાથનું 1 બાળક એમ કુલ 8 બાળકોનો કોઈ પતો મળ્યો નથી.

વિમલ ચુડાસમાએ સરકારના જવાબને 'ગોળ-ગોળ' ગણાવતા સવાલ કર્યો હતો કે, શું આની પાછળ કોઈ મોટી માનવ તસ્કરીની ગેંગ સક્રિય છે? તેમણે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી કે, આ માસૂમ બાળકો ક્યારે શોધાશે.દારૂબંધીના લીરેલીરા: 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો - ઈમરાન ખેડવાલાબીજી તરફ, રાજ્યમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ આંકડાકીય વિગતો સાથે સરકાર પર પ્રહારો કર્યા હતા. ખેડવાલાએ ગૃહમાં જણાવ્યું કે, ખુદ સરકારના આંકડા મુજબ જ પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી અંદાજે 38 કરોડ રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે, "ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે." ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાના નિર્ણય સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્યની બોર્ડર પરથી આટલી મોટી માત્રામાં દારૂ ઘૂસે તે પોલીસ તંત્રની નિષ્ફળતા છે.

ધારાસભ્ય ખેડવાલાએ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સરકારની 'રહેમ નજર' હેઠળ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા માંગ કરી હતી કે, જે જિલ્લાની બોર્ડર પરથી દારૂ પકડાય, ત્યાંના SP અને રેન્જ IGની જવાબદારી નક્કી કરવી જોઈએ. ગૃહ મંત્રી પાસે ખાતરીની માંગવિપક્ષે ગૃહમાં માંગ કરી હતી કે, ગૃહ મંત્રી પાસે એવી ખાતરી માંગી હતી કે, ભવિષ્યમાં ગુજરાતમાં ક્યાંય પણ દારૂ નહીં મળે તેની ગેરંટી સરકાર આપે. આ સિવાય તેમણે પકડાયેલા દારૂના આંકડા તો માત્ર બોર્ડર પરના છે, પરંતુ જે જથ્થો પકડાયા વગર અંદર ઘૂસી ગયો છે તેની કોઈ ગણતરી નથી. જેથી ઈમરાન ખેડવાલાએ ગૃહ મંત્રી પાસે એવી ખાતરી માંગી હતી કે, ગુજરાતમાં ક્યાંય પણ દારૂ નહીં મળે તેની ગેરંટી સરકાર આપે. વિધાનસભામાં થયેલી આ રજૂઆતોએ રાજ્યમાં સુરક્ષા અને નશાબંધીના અમલીકરણ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES