England announced their squad for the 2026 T20 World Cup: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારતમાં યોજાનારા 2026 ના T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક રીતે, ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ માટે Liam Livingstone અને Jamie Smith જેવા વિસ્ફોટક ખેલાડીઓને સિલેકટ કરવામાં આવ્યા નથી. લિવિંગસ્ટોન IPL 2026 માં રમશે, SRH ની ટીમે લિયામ લિવિંગસ્ટોનને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઇંગ્લેન્ડે હમણાં જ એક પ્રોવિઝનલ ટીમની જાહેરાત કરી છે, અને તેથી, તેઓ ગમે ત્યારે પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે.હેરી બ્રુક કેપ્ટન, જોશ ટોંગને પહેલી વાર મળી એન્ટ્રીએશિઝ સીરિઝમાં તક મળતાં ઘાતક પર્ફોમન્સ કરનારા ફાસ્ટ બોલર જોશ ટોંગને ઇંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે પસંદ કર્યો છે. આ ICC ટુર્નામેન્ટમાં હેરી બ્રુક ઇંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ કરશે. ટીમમાં યુવા અને સિનિયર ખેલાડીઓનું કોમ્બિનેશન છે. જોકે, આશ્ચર્યજનક રીતે, ઇંગ્લેન્ડે અનુભવી ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યો નથી. લિવિંગસ્ટોન IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમશે.ઈંગ્લેન્ડની પ્રોવિઝનલ સ્કવોડઇંગ્લેન્ડે બ્રાયડન કાર્સ, જોશ ટંગ, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, સેમ કરન અને લ્યુક વુડ જેવા 6 ફાસ્ટ બોલરોની પસંદગી કરી છે. ઈંગ્લેન્ડની ટીમ પાસે રેહાન અહેમદ, લિયામ ડોસન અને આદિલ રશીદ જેવા ત્રણ સ્પિનરો પણ છે. અને બેટિંગમા ઈંગ્લેન્ડ પાસે હેરી બ્રુક, ફિલ સોલ્ટ, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, બેન ડકેટ, વિલ જેક્સ અને જોસ બટલર જેવા દમદાર બેટ્સમેન પણ છે.2026 T20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ ટીમ: હેરી બ્રુક (કેપ્ટન), જોફ્રા આર્ચર, વિલ જેક્સ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, બ્રાયડન કાર્સ, સેમ કરન, લિયામ ડોસન, બેન ડકેટ, જેમી ઓવરટન, આદિલ રશીદ, જોશ ટંગ, લ્યુક વુડ.

