Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના: કબ્રસ્તાનની દીવાલ ધરાશાયી થતાં બાળકનું કરુણ મોત

મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના: કબ્રસ્તાનની દીવાલ ધરાશાયી થતાં બાળકનું કરુણ મોત

OFFBEAT STORIES 1 month ago

Mehsana News: મહેસાણામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તારમાં કબ્રસ્તાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં એક બાળક કાટમાળ નીચે દબાઈ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, ભારે વરસાદના કારણે જર્જરિત થઈ ગયેલી દીવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાન છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES