Dailyhunt
મોટા બાટલા ગુમ, 5 કિલોનો બાટલો હવે એકમાત્ર સહારો: સુરતમાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લાંબી લાઈનો, જાણો કેમ સર્જાઈ આ ભયંકર અછત

મોટા બાટલા ગુમ, 5 કિલોનો બાટલો હવે એકમાત્ર સહારો: સુરતમાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લાંબી લાઈનો, જાણો કેમ સર્જાઈ આ ભયંકર અછત

OFFBEAT STORIES 2 weeks ago

Surat Gas Shortage Update, 02 April 2026: રશિયા-યુક્રેન કે ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલતા વૈશ્વિક સંઘર્ષોની સીધી અસર હવે સુરતના મધ્યમ અને શ્રમિક વર્ગના રસોડા સુધી પહોંચી છે. સુરતના પાંડેસરા અને સચિન GIDC જેવા શ્રમિક બહુલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસની ભયંકર અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી જ લોકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે.

પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જે લોકો પાસે મોટા સિલિન્ડરના કનેક્શન છે, તેમને પણ રિફિલિંગ ન મળતા હવે તેઓ 5 કિલોના નાના ગેસના બાટલા પર નિર્ભર બન્યા છે.

પાંડેસરા વિસ્તારમાં ગેસ મેળવવા માટે લોકો પોતાના કામ-ધંધા છોડીને લાઈટ બિલ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો લઈને એજન્સીઓ પર ઉમટી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જે 5 કિલોનો બાટલો સામાન્ય રીતે સસ્તો મળતો હતો, તેના માટે અત્યારે લોકોએ રૂ.1500 થી રૂ,1800 સુધીની કિંમત ચૂકવવી પડી રહી છે. તેમ છતાં, પૂરતો જથ્થો ન હોવાને કારણે અનેક લોકોએ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.

લોકોમાં ભારે આક્રોશ: "ઘરે જમવાનું બનાવવું પણ મુશ્કેલ"

લાઈનમાં ઉભેલા ગ્રાહકોમાં તંત્ર અને એજન્સીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલાકો સુધી તડકામાં ઉભા રહેવા છતાં ગેસ ન મળતા લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અનેક પરિવારોમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે ગેસના અભાવે ઘરે જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે. લાકડા કે અન્ય વૈકલ્પિક ઈંધણની વ્યવસ્થા ન હોવાથી શ્રમિક પરિવારો ભૂખ્યા રહેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: સુરતમાં વેપારીને 'Tinder' પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી : હોટલના રૂમમાં વેપારીને બેભાન કરી લાખોની ઠગાઈ કરી થઈ રફુચક્કર

રોજના 300 બાટલા સામે હજારોની માંગ

મળતી માહિતી મુજબ, એજન્સીઓ પર રોજના અંદાજે 300 જેટલા નાના બોટલ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની સામે લાઈનમાં ઉભા રહેતા લોકોની સંખ્યા હજારોમાં છે. માંગ અને પુરવઠા વચ્ચેનો આ મોટો તફાવત સામાન્ય જનતા માટે આફત બનીને આવ્યો છે. ગેસ લેવા માટે લોકો વહેલી સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જાય છે, છતાં બપોર સુધી તેમનો નંબર આવતો નથી.

ગ્રાહકોની વ્યથા

ગ્રાહક રાજેન્દ્ર મિશ્રા જણાવે છે કે,"હું સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઉભો છું, અત્યારે 11 વાગી ગયા છે છતાં હજુ નંબર આવ્યો નથી. ગેસ વગર ઘરે રસોઈ બંધ છે. આધાર કાર્ડ અને લાઈટ બિલ સાથે હોવા છતાં પણ લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. 5 કિલોના બાટલાના 1500 થી 1800 રૂપિયા માંગવામાં આવે છે."

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES