Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં PIની કથિત દાદાગીરી: ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો વિવાદ

રાજકોટમાં PIની કથિત દાદાગીરી: ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો વિવાદ

OFFBEAT STORIES 1 week ago

રાજકોટ: રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI જયેશ વાઢીયાની કથિત દાદાગીરીનો મામલો હવે શહેર ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો છે. શ્રાવણના સોમવારે રામનાથ મહાદેવ પાસે રસ્તો બંધ રાખીને હજારો ભક્તો માટે ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન PIની સરકારી કાર ભક્તોની ભીડ વચ્ચેથી પસાર કરાવવામાં આવી હોવાનો ભાજપ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભક્તો ફરાળ કરી રહ્યા હતા ત્યારે કાર પસાર કરાવ્યાનો આક્ષેપ

ભાજપ આગેવાનોના જણાવ્યા મુજબ, સોમવારે મોટી સંખ્યામાં ભક્તો રામનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા અને રસ્તા પર ફરાળ કરી રહ્યા હતા. તે સમયે પોલીસની સરકારી કાર ત્યાંથી પસાર કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા PIને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આગેવાનોનો આક્ષેપ છે કે ભક્તોની ભારે ભીડ હોવા છતાં વાહન પસાર કરાવવામાં આવ્યું હતું.

વોર્ડ-7ના આગેવાનોને શહેર ભાજપ પ્રમુખે બોલાવ્યા

સમગ્ર મામલો હવે શહેર ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો છે. વોર્ડ નંબર-7ના ભાજપ આગેવાનો તેમજ ભાજપ મહામંત્રી અને રામનાથ મહાદેવના સેવક વલ્લભ દુધાત્રા સહિતના આગેવાનોને શહેર ભાજપ પ્રમુખે રજૂઆત માટે મળવા બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. ભાજપ આગેવાન જીતુ મહેતાએ આ ઘટનાને દુઃખદ ગણાવી જણાવ્યું કે તેઓ વર્ષોથી રામનાથ મહાદેવ પાસે ભક્તો માટે સેવાભાવથી ફરાળનું આયોજન કરે છે, પરંતુ આટલા વર્ષોમાં આવી ઘટના પ્રથમ વખત બની છે.

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો : સ્ટેટ મોનિટરિંગ સેલે કરી પોલીસકર્મીની ધરપકડ, લેડી સિંઘમ IG ગગનદીપ ગંભીર એક્શનમાં

પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતની તૈયારી

જીતુ મહેતાના જણાવ્યા મુજબ, કાયદાના રક્ષકોએ પણ કાયદાની મર્યાદામાં રહીને કામગીરી કરવી જોઈએ. તેમણે પોલીસ કમિશનરને આગામી સોમવારે રામનાથ મહાદેવ ખાતે આવીને અહીંની વ્યવસ્થા અને ભક્તોની સ્થિતિ જાતે જોવા વિનંતી કરી છે. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

આ મામલે હાલ ભાજપ આગેવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વાયરલ CCTV ફૂટેજ સામે આવ્યા છે. PI જયેશ વાઢીયા અથવા રાજકોટ પોલીસ તરફથી આક્ષેપ અંગેનું સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવે બાદ સમગ્ર ઘટનાની બીજી બાજુ પણ સ્પષ્ટ થઈ શકે છે. હવે શહેર ભાજપ દ્વારા કરવામાં આવતી રજૂઆત અને પોલીસ તંત્રના પ્રતિભાવ પર સૌની નજર રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES