Dailyhunt
'સમય આવી ગયો છે, હવે ભારત દુનિયાને શાંતિનો માર્ગ બતાવશે': હોર્મુઝ સ્ટ્રેટ સંકટ વચ્ચે મોહન ભાગવતનું મહત્વપૂર્ણ નિવેદન

'સમય આવી ગયો છે, હવે ભારત દુનિયાને શાંતિનો માર્ગ બતાવશે': હોર્મુઝ સ્ટ્રેટ સંકટ વચ્ચે મોહન ભાગવતનું મહત્વપૂર્ણ નિવેદન

OFFBEAT STORIES 1 week ago

Mohan Bhagwat: પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી અશાંતિ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું છે કે, હવે એ સમય આવી ગયો છે જ્યારે ભારત 'વિશ્વ ગુરુ' બનીને વિશ્વને સુખ અને શાંતિનો નવો માર્ગ બતાવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંતોના 'સંતત્વ', આધ્યાત્મિક પ્રેરણા અને સત્યના માર્ગ પર ચાલીને જ એક સુંદર વિશ્વનું નિર્માણ શક્ય છે.

ભાગવતે સ્પષ્ટ કર્યું કે સંઘ આ પવિત્ર લક્ષ્‍યને પ્રાપ્ત કરવા માટે સંતો સાથે મળીને સતત પ્રયાસો કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવપૂર્ણ સ્થિતિ છે.

આધ્યાત્મિક નીતિથી દુનિયા રોશન થશે

મોહન ભાગવત મંગળવારે વૃંદાવનના વંશીવટ વિસ્તારમાં સ્થિત મલૂક પીઠ ખાતે સંત મલૂકદાસ મહારાજના 452માં જન્મોત્સવને સંબોધિત કરી રહ્યા હતા. સંઘ પ્રમુખે કહ્યું કે આજે સમગ્ર વિશ્વને ભારતના પ્રકાશની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આપણી રીતભાત અને નીતિ સંપૂર્ણપણે આધ્યાત્મિક પરંપરાઓ પર આધારિત હોવી જોઈએ. ભાગવતે કહ્યું કે જીવન સત્યના પાયા પર ઊભું હોવું જોઈએ. આપણને સંતોનું સાનિધ્ય પ્રાપ્ત છે અને તેમના શબ્દો પાછળ છુપાયેલા ભાવને આત્મસાત કરીને આપણે આગળ વધવાનું છે. મલૂક પીઠે 452 વર્ષથી આ મહાન પરંપરાને જીવંત રાખી છે, જે સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા : લશ્કરના 2 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત 5 ઝડપાયા, એક આતંકી 16 વર્ષથી હતો ફરાર

કરુણા અને શુદ્ધતાનો સંદેશ

સમાજમાં એકતા અને સંવેદનશીલતાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે સત્ય અને કરુણા વગર ધર્મનું કોઈ અસ્તિત્વ નથી. તેમણે ઉમેર્યું કે કરુણા જીવનમાં ત્યારે જ આવે છે જ્યારે આપણને બીજાનું દુઃખ પોતાનું લાગવા માંડે. જોકે, દેશના 142 કરોડ લોકો માટે 'સંત' બનવું શક્ય નથી, પરંતુ દરેક નાગરિકનું જીવન શુદ્ધતા અને પવિત્રતાથી ભરેલું હોય તેવા પ્રયત્નો આપણે કરવા પડશે.

આ પણ વાંચો: ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેના અમિત શાહે કાઢ્યા છોતરાં : "રાહુલ ગાંધી નેતા બન્યા ત્યારથી કોંગ્રેસીઓનું જાહેરજીવનનું સ્તર નીચે આવી ગયું છે"

ગૌ-હત્યા પર બોલ્યા: 'સમાજને ગૌ-ભક્ત બનાવવો એ જ ઉકેલ'

મલૂક પીઠના મહંત રાજેન્દ્ર દાસ મહારાજ દ્વારા ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગને સમર્થન આપતા સંઘ પ્રમુખે એક વ્યવહારુ મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે કાયદા કરતા સમાજની શક્તિ વધુ પ્રભાવી હોય છે. સમાજને એટલો ગૌ-ભક્ત બનાવી દો કે ગૌ-હત્યા આપોઆપ બંધ થઈ જાય. લોકોમાં આ માટે સામર્થ્ય પેદા કરવું પડશે." જે રીતે શ્રી રામ મંદિર માટે સમગ્ર દેશમાં એક સશક્ત જનભાવના જોવા મળી હતી, તેવી જ ભાવના ગાય પ્રત્યે જગાડવી પડશે. જ્યારે દેશમાં આવી જનભાવના ઊભી થશે, ત્યારે સરકારે પણ તેને માનવી જ પડશે. તેમણે સંકલ્પ દોહરાવ્યો કે સંઘ ગાયના મહત્વને જન-જન સુધી પહોંચાડવા અને લોકોમાં જાગૃતિ લાવવાની દિશામાં સક્રિયપણે કાર્ય કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES