Dailyhunt
ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર: ઉત્તરાખંડ જવું હવે બનશે સરળ, પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે શરૂ થઈ નવી ટ્રેન સેવા; જાણો રૂટ અને સમયપત્રક

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર: ઉત્તરાખંડ જવું હવે બનશે સરળ, પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે શરૂ થઈ નવી ટ્રેન સેવા; જાણો રૂટ અને સમયપત્રક

OFFBEAT STORIES 1 week ago

ડોદરા: ઉનાળુ વેકેશન અને મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશન અને ઉત્તરાખંડના લાલકુઆં સ્ટેશન વચ્ચે નવી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર ચલાવવામાં આવશે, જેનો લાભ ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતા હજારો પ્રવાસીઓને મળશે.

આ સુવિધાથી મુસાફરોની સુખદાયક મુસાફરી સુનિશ્ચિત થશે અને નિયમિત ટ્રેનોમાં ભારણ ઘટશે.

પ્રતાપનગર-લાલકુઆં ટ્રેનનું સમયપત્રક

ટ્રેન સંખ્યા 09185 પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સાંજે 5:00 વાગ્યે પ્રતાપનગરથી રવાના થશે અને બીજા દિવસે બપોરે 12:45 વાગ્યે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન આગામી 3 મે થી 28 જૂન સુધી કાર્યરત રહેશે. વેકેશનના ગાળામાં આ ટ્રેન પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા : રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું

લાલકુઆં-પ્રતાપનગર પરત ટ્રેનનો સમય

તેવી જ રીતે, પરત ફરતી ટ્રેન સંખ્યા 09186 લાલકુઆં-પ્રતાપનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે બપોરે 3:50 વાગ્યે લાલકુઆંથી રવાના થશે અને બીજા દિવસે સવારે 11:30 વાગ્યે પ્રતાપનગર (વડોદરા) પહોંચશે. આ ટ્રેન સેવા 4 મે થી 29 જૂન સુધી કાર્યરત રહેવાની છે. પશ્ચિમ રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોના ઘસારાને જોતા આ ફેરા નક્કી કરવામાં આવ્યા છે.

કયા કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?

આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન લાંબા અંતરના રૂટ પર અનેક મહત્વના સ્ટેશનોને આવરી લેશે. પ્રતાપનગરથી લાલકુઆં વચ્ચેની મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં નીચે મુજબના સ્ટેશનો પર રોકાશે:

  • વડોદરા જંક્શન

  • ગોધરા અને દાહોદ

  • રતલામ જંક્શન

  • કોટા જંક્શન

  • ગંગાપુર સિટી

  • મથુરા જંક્શન

  • કાસગંજ જંક્શન

મુસાફરોને થનારા ફાયદા

ઉત્તરાખંડના કુમાઉ વિસ્તાર અને નૈનીતાલ જવા માંગતા પ્રવાસીઓ માટે લાલકુઆં મહત્વનું સ્ટેશન છે. વડોદરા અને આસપાસના જિલ્લાઓના લોકો જેઓ વેકેશનમાં પહાડોની મુલાકાત લેવા માંગે છે, તેમના માટે આ ટ્રેન સીધી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES