વડોદરામાં આ વર્ષે નવરાત્રિ ઉત્સવમાં એક અનોખો અને અભૂતપૂર્વ પ્રયોગ થવા જઈ રહ્યો છે. કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર સંગીતની સુરાવલી રેલાવતા જાણીતા 'સારથી ગ્રુપ' દ્વારા શહેરના સેવાસી વિસ્તારમાં એક જ ગ્રાઉન્ડમાં બે અલગ-અલગ મંચ પરથી બે પ્રકારના ગરબા પ્રસ્તુત કરવામાં આવશે. વડોદરાના ઈતિહાસમાં આ પ્રથમવાર બનશે જ્યારે ખેલૈયાઓ એક જ પાસથી બે જુદી-જુદી ગરબા શૈલીનો આનંદ માણી શકશે.
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને પારંપરિકતા દર્શાવતા મંડળી ગરબાનું સુંદર મિલન
આ ભવ્ય આયોજનમાં એક તરફ વડોદરાના લોકપ્રિય સુગમ ગરબાની રમઝટ જમાવવામાં આવશે, તો બીજી તરફ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને પારંપરિકતા દર્શાવતા મંડળી ગરબાનું સુંદર મિલન જોવા મળશે. સારથી ગ્રુપ પાસે હાલમાં કુલ ૩૮ કલાકારો છે, જેમાંથી ૨૦ કલાકારો સુગમ ગરબા અને ૧૮ કલાકારો મંડળી ગરબાની ધૂમ મચાવશે.
નરોડામાં રૂ. 1.17 કરોડનું કોકેઈન ઝડપાયું, 22 વર્ષીય યુવકની પકડાયો : રાજસ્થાનથી અમદાવાદ સુધી ડ્રગ્સ સપ્લાય ચેઈન: જાણો પોલીસની તપાસમાં શું સામે આવ્યું?
બંને ગરબા શૈલીની પોતાની આગવી વિશેષતાઓ છે. સૌરાષ્ટ્રના મંડળી ગરબામાં ઢોલ, શરણાઈ, મંજીરા અને કાસીજોડાના સૂર સાથે બુલંદ અવાજે દુહા-છંદ ગવાય છે, જેમાં ખેલૈયાઓ જોશભર્યા સ્ટેપ્સ અને આભલા-ભરતકામ વાળા પારંપરિક વસ્ત્રોમાં નજરે પડશે. જ્યારે સુગમ ગરબામાં શાસ્ત્રીય અને સુગમ સંગીતનો સમન્વય જોવા મળે છે, જ્યાં ખેલૈયાઓ લાલિત્યપૂર્ણ શૈલીમાં બે-તાળી કે ત્રણ-તાળીથી ગરબે ઘૂમે છે.
બનાસ ડેરીની પશુપાલકો માટે ઐતિહાસિક જાહેરાત : જાણૉ કરોડોના ભાવફેરનો પશુપાલકોની આવક પર કેટલો સીધો ફાયદો?
આયોજક સિદ્ધરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, બેન્ડ સ્ટેન્ડ પર યુવા પેઢી અને વડીલોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળે છે. આજની યુવા પેઢીને પણ જૂની પરંપરાઓ અને લોકગીતો ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. મંડળી ગરબાના મૂળ સ્વરૂપને અકબંધ રાખવા માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય અને ગરબા તજજ્ઞ પારુલ પટેલનું વિશેષ માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે. અન્ય મોટા આયોજનો જેટલી જ પાસની કિંમતમાં ખેલૈયાઓ બંને સંસ્કૃતિનો એકસાથે આનંદ માણી શકશે, જે વડોદરાવાસીઓ માટે એક નવો જ રોમાંચક અનુભવ સાબિત થશે.

