Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વલસાડ: પારડીની હોટલમાં રાત્રે રૂમ આપવા બાબતે બબાલ: સ્ટેશનમાં પોલીસ જવાનનો હાથ ભાંગી નાખનાર 5 આરોપી જેલહવાલે

વલસાડ: પારડીની હોટલમાં રાત્રે રૂમ આપવા બાબતે બબાલ: સ્ટેશનમાં પોલીસ જવાનનો હાથ ભાંગી નાખનાર 5 આરોપી જેલહવાલે

OFFBEAT STORIES 1 week ago

Valsad News: વલસાડના પારડી તાલુકાના કલસર 2 માઈલ ખાતે આવેલી 'મોની વિલા' હોટલમાં રૂમ આપવા બાબતે શરૂ થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હોટલમાં થયેલી બોલાચાલી બાદ પોલીસની 112 ટીમ દ્વારા કેટલાક લોકોને પારડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીં ફરીથી થયેલી ઉગ્ર માથાકૂટ દરમિયાન પોલીસ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં 4 પુરુષ અને 2 મહિલા હોટલમાં રૂમ લેવા પહોંચ્યા હતા. રૂમ આપવા બાબતે હોટલના વેટર દ્વારા ઓળખપત્ર માગવામાં આવતા ગેરસમજ અને બોલાચાલી થઈ હતી. મામલો વધુ વકરતાં ગ્રાહકોએ 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માગી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરી બબાલ, જવાન પર હુમલો

112ની ટીમ તમામ લોકોને લઈને પારડી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં વાતચીત દરમિયાન આરોપીઓએ હોટલ સંચાલકો સામે ફરિયાદ કેમ લેવામાં આવતી નથી તે મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન હાજર PSI અને પોલીસ જવાનો સાથે બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની હતી.

આરોપીઓ પૈકી કેટલાકે ઉશ્કેરાઈને પોલીસ જવાન સાથે મારામારી કરી હતી. હુમલામાં જવાનના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેનો હાથ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પારડી પોલીસે પોલીસ ફરજમાં રુકાવટ અને જવાન પર હુમલો કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

6 આરોપીની ધરપકડ, 5ને જેલહવાલે

પોલીસે આ મામલે 4 પુરુષ અને 2 મહિલા મળી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 5 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જ્યારે એક મહિલા આરોપીને તબીબી કારણોસર મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોટલમાં શરૂ થયેલા સામાન્ય વિવાદે પોલીસ સ્ટેશન સુધી પહોંચીને મારામારીનું સ્વરૂપ ધારણ કરતાં હવે આ કેસમાં પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી આગળ વધશે.

ગાંધીનગરઃ GIDCમાં વહીવટી હિતમાં વર્ગ-1ના 14 અધિકારીઓની બદલી : અનેક રિજનલ મેનેજરોની જવાબદારીમાં ફેરફાર, જુઓ યાદી

પોલીસ જવાન પર હુમલાની ઘટનામાં વધુ તપાસ

પારડી પોલીસે હવે સમગ્ર ઘટનાક્રમની વધુ તપાસ હાથ ધરી છે. હોટલમાં રૂમ આપવા બાબતે વિવાદ કેવી રીતે શરૂ થયો, પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કઈ રીતે પરિસ્થિતિ વણસી અને પોલીસ જવાન પર હુમલો કરનારની ચોક્કસ ભૂમિકા શું હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હોટલ તથા પોલીસ સ્ટેશન ખાતે બનેલી ઘટનાને લગતી ઉપલબ્ધ માહિતી અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, પાંચ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા આરોપીને તબીબી કારણોસર જામીન મળ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES