Vivo Launches Vivo V60e In India: ઓગસ્ટમાં લોન્ચ થયેલા Vivo V60 ના 3 મહિના પછી, ચીની ટેક જાયન્ટ, Vivo એ તેની 'V' સીરિઝમાં નવો સ્માર્ટફોન Vivo V60e ને રજૂ કર્યો છે. ટેક જાયન્ટ દાવો કરે છે કે, આ સ્માર્ટફોન પાવરફૂલ બેટરી, શાનદાર ડિઝાઇન, કેટલાક દમદાર કેમેરા અને ઘણા ફીચર્સ સાથે આવે છે. આ નવું ડિવાઇસ મિડ-રેન્જ સેગમેન્ટમાં ઉત્તમ કેમેરા ક્ષમતા અને મજબૂત બેટરી પ્રદાન કરે છે.
તેની સાથે 8mp નો અલ્ટ્રા વાઇડ કેમેરો પણ છે. આગળના ભાગમાં, Eye Auto Focus સાથે 50mp નો સેલ્ફી કેમેરો મળશે. Vivo V60e માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે અને તે પાણી અને ધૂળથી પ્રોટેક્શન માટે IP68/IP69 રેટિંગ ધરાવે છે. Vivo V60e બે કલર ઓપ્શનમાં આવશે - Elite Purple અને Noble Gold. ફોનની જાડાઈ 7.55mm છે અને તેનું વજન 190 ગ્રામ છે.ભારતમાં Vivo V60 ની કિંમત અને ઉપલબ્ધતાVivo V60e 10 ઓક્ટોબરથી Vivo India ઓનલાઈન, Flipkart, Amazon અને ઓફલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા અને 12GB+256GB પ્રીમિયમ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે.

