વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

25k Followers

દૈનિક 100 રૂપિયાની બચત અહીં રોકો; માત્ર 15 વર્ષમાં મેળવશો 34 લાખ

21 Aug 2020.10:53 AM

દરેક વ્યક્તિ મોટી બચતની સાથે જો નાની નાની બચતને પણ મહત્વ આપે તો ભવિષ્યમાં થનારી આર્થિક તંગી સહન કરવી પડતી નથી. આ માટે આપે આપના દૈનિક ખર્ચમાંથી પોતાના બાળકોના નામે રોજ 100 રૂપિયાની રકમ બાજુ પર રાખવાની છે. આમ કરવાથી માત્ર 15 વર્ષમાં આપની પાસે બાળકના ભણતર માટે રૂપિયા 34 લાખની રકમ તૈયાર થઇ જશે. આ બચત જેટલી ઝડપથી શરૂ કરશો તેટલો વધુ ફાયદો મેળવી શકશો.

આ માટે તમારે મ્યુચ્યુઅલ ફંડની કેટલીક લાભકારક યોજનાઓની મદદ લેવી પડશે. આવો જાણીએ વધુ વિગત...

માર્કેટમાં રોકાણના ઘણા વિકલ્પો છે. પરંતુ જો કોઈ સિસ્મેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, તો ત્યાં વધુ સારું વળતર મેળવી શકે છે. ઘણા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેણે લોન્ચ થયા પછી અથવા છેલ્લા 15થી 20 વર્ષમાં વાર્ષિક 20 ટકાના દરે અથવા તેથી વધુ વળતર આપ્યા છે. જો તમારી પાસે થોડું જોખમ લેવાની ક્ષમતા છે, તો તમારા માટે આ એક સારો વિકલ્પ છે. લાંબાગાળાના રોકાણથી બજારના જોખમને પણ ટાળી શકાય છે.

આ રીતે તૈયાર થશે 34 લાખનું ભંડોળ :
તમારે દરરોજ તમારા બાળકના નામે 100 રૂપિયા અથવા મહિનામાં 3000 રૂપિયા એસ.આઇ.પી.માં રોકવા પડશે. આ રોકાણ સતત 15 વર્ષ માટે કરવું પડશે. જો તમને અહીં 20 ટકા વાર્ષિક વળતર મળે છે, તો 15 વર્ષમાં તમારું રોકાણ લગભગ 34 લાખ રૂપિયા થઈ જશે. 15 વર્ષમાં, તમે કુલ 5.40 લાખ રૂપિયાનું રોકાણ કરશો, જે વધીને 34 લાખ રૂપિયા થશે. આનો અર્થ છે કે તમે કુલ 28.60 લાખ રૂપિયાની કમાણી કરી શકશો.

નિષ્ણાતો કહે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને થોડું રોકાણ કરીને તમે મોટું ફંડ બનાવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું જોખમ થોડું ઓછું છે. મ્યુચ્યુઅલ ફંડ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં તમારા નાણાંની વિવિધ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે તમારા પૈસા જુદા જુદા શેરો અને બોન્ડ્સમાં રોકવામાં આવે છે. આનો ફાયદો એ છે કે જો કંપનીમાં રોકાણ કરેલા નાણાં ધોવાઇ જાય છે, તો અન્ય જગ્યાએથી મળેલા લાભમાં તે નુકસાનને વાળી શકાય છે.

વધુ સારું વળતર આપતું ભંડોળ - કેટલીક મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ 15થી 20 વર્ષમાં રોકાણકારોને 20 ટકાથી વધુ વળતર આપ્યું છે. સુંદરમ મિડકેપ ફંડમાં 25.64%, આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી ફંડમાં 18.80%,
ડીએસપી વર્લ્ડ ગોલ્ડ ફંડ 20%, નિપ્પોન ઇન્ડિયા યુએસ ઇક્વિટી તકો ભંડોળ લગભગ 17% વળતર આપ્યું છે. (કોઈપણ રોકાણ કરતા પહેલાં, તમારા નાણાકીય સલાહકાર સાથે ચર્ચા જરૂર કરો.)

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Oneindia Exclusive Gujarati

#Hashtags