Friday, 27 Dec, 6.18 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
ચેતજો! વર્ષ 2020માં આ ફોર્મેટમાં તારીખો લખી તો છેતરાવાની પૂરી શક્યતા છે!!!

દુનિયાભરમાં નાતાલની ઉજવણીઓ ચાલી રહી છે. આ સાથે લોકો ઉત્સાહભેર વર્ષ 2019નાં વળામણાં અને વર્ષ 2020નાં વધામણાં કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉમળકામાં એક બાબત ભૂલાઇ જાય છે. તે છે નવા વર્ષમાં તારીખ લખવાની પદ્ધતિ. આ બાબતે 2020માં કોઇ ગફલતમાં રહ્યાં તો સમજી લેજો તમારી સાથે છેતરપિંડી થવાની પૂરી શક્યતાઓ છે. આ કારણે વર્ષ 2020માં તારીખ લખવામાં કાળજી રાખવા નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
આ ગફલતની શક્યતા એક ઉદાહરણથી વધુ સ્પષ્ટ રીતે સમજી શકાશે. જુઓ, સામાન્ય સંજોગોમાં તમે જે રીતે તમે તારીખનો ઉલ્લેખ કરો છે, તે રીતનો ઉપયોગ તમારા દસ્તાવેજોમાં કથિત રીતે ચાલાકી અજમાવવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તારીખ 01/12/20 આ ફરમામાં લખો છો, તો તારીખ 2000 અથવા 2099 અથવા આની વચ્ચેનું કોઈપણ અન્ય વર્ષ લખીને સરળતાથી બદલી શકાય છે.

આ જ કારણ છે કે હવે પછી તમે જ્યારે પણ તારીખ લખો ત્યારે કાળજીપૂર્વક સંપૂર્ણ ડીડી-એમએમ-વાયવાય ફોર્મેટમાં લખવી આવશ્યક છે. ઉદાહરણ તરીકે 01/01/2020. આ બંધારણમાં તારીખ લખવાથી તમે સલામત રહી શકશો.
જો કોઈ તમારા દ્વારા સહી કરેલા કાગળોમાં તારીખોની હેરાફેરી કરશે તો તમે એક કે તેથી વધુ છેતરપિંડીનો ભોગ બની શકો છો. ઉદાહરણ તરીકે, કરાર અથવા દસ્તાવેજોમાં બેકડેટિંગ તમને ગંભીર કાનૂની મુશ્કેલીઓમાં ઉતારી શકે છે. બીજી બાજુ, જો કોઈ ખરીદીના ઓર્ડર જેવા દસ્તાવેજો પોસ્ટડેટ કરવામાં સક્ષમ છે, તો તમારે ભયંકર આર્થિક નુકસાનોનો સામનો કરવાનો આવી શકે છે. આથી જ યાદ રાખો કે ચેતતા નર સદા સુખી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top