Friday, 10 Jan, 10.47 am વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
જાણો, ભારતીય નાગરિત્વ સાબિત કરવા ક્યા દસ્તાવેજો જરૂરી છે?

હાલ ભારતભરમાં નાગરિકતા સંશોધન કાયદાના હિસાબે ભારે વિવાદ સર્જાયેલો છે. સીએએ બાદ એનઆરસીના ભયના લીધે આખા દેશમાં વિરોધ પ્રદર્શિત થઈ રહ્યા છે. લોકોને ડર છે, કે જે લોકો પાસે 70 વર્ષથી જુના જમીનના દસ્તાવેજો નહિ હોય, તેનું નામ એનઆરસીમાં નહિ નીકળે અને તેને દેશવટો આપી દેવામાં આવશે. 

સરકાર દ્વારા લોકોનો આ ભ્રમ તોડવા માટે એનઆરસીમાં સામેલ હોવા માટે જરૂરી સંભવિત દસ્તાવેજો વિશે જાણકારી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ, કે એનઆરસી એટલે કે નેશનલ રિજસ્ટર ઓફ સીટીજનશિપ અનુસાર દેશમાં રહેતા ભારતીય નાગરિકમાંથી જે તો એનઆરસીમાં સામેલ નહિ હોય તો તેને ગેર નાગરિક ગણવામાં આવશે.

આજે અમે આપને 4 એવા દસ્તાવેજો વિશે જણાવીશું, જે કોઈપણ વ્યક્તિને જે તે દેશનો નાગરિક હોવાનો ઓળખ આપે છે. 

1. જો તમારે પાસે સરકાર દ્વરા પ્રાપ્ત કોઈ પણ ફોટો આઈડી પ્રૂફ છે, તો દેશનો કોઈ પણ વ્યક્તિ તમારી નાગરિકતા પર સવાલ ઉઠાવી ના શકે. 

2. તેની સાથે જ તમારી પાસે જમીન અથવા અન્ય માલિકના હક તેમજ તેના દસ્તાવેજ છે તો તેમને આ દેશમાંથી કોઈ બહાર ના કરી શકે. 

3. જો તમારી પાસે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલું પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ છે, તો પણ તે સાબિત થાય છે, કે તમે  આ દેશના નાગરિક છો.

4. તમે ભારતના કોઈ પણ રાજ્યમાં રહેતા હો માત્ર તમારી પાસે ત્યાની કોઈ પણ બેંકમાં તમારું બેન્ક અકાઉન્ટ હોવું જોઈએ. જે કોઈપણ દસ્તાવેજ વગર બનાવવું શક્ય નથી. 

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top