Tuesday, 24 Mar, 12.00 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
જુઓ : ભારતના સૌપ્રથમ કોરોના દર્દીએ રિકવરી બાદ વિડિઓમાં શેર કર્યો આ સકારાત્મક અનુભવ

વિશ્વભરને પોતાના ભરડામાં લઇને કચકચાવી રહેલા કોરોના વાયરસને કારણે સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે. આ કારણે ઘણા લોકો હવે શારીરિક કરતાં માનસિક રીતે વધારે પરેશાન રહેવા લાગ્યા છે. આવા સમયમાં ભારતીયોને યોગ્ય કાળજી લેવા પ્રોત્સાહિત કરનારા એક સમાચાર પણ આવ્યા છે. 


મૂળ આગ્રાના નિવાસી વિકાસ સારસ્વતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક આશા જગાવનારો વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વિડિઓ ભારતના સૌપ્રથમ કોરોના પોઝિટિવ દર્દી ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી અમિત કપૂરનો છે. અમિત કપૂર હવે કોરોનાના પ્રકોપમાંથી સંપૂર્ણ પણે ઉગરી આવ્યા છે. આ સાથે તેમના પરિવારના અન્ય  સભ્યોની પણ સુ:ખદ રિકવરી થઇ ગઇ છે.

14 દિવસનું આઇસૉલેશન શા માટે જરૂરી:
પોતાના 14 દિવસની આઇસૉલેશન ટ્રિટમેન્ટનો અનુભવ કેવો રહ્યો તે અંગે અમિત કપૂરે આ વિડિઓમાં વાત કરી છે. અમિત કપૂરે વિડિઓમાં જણાવ્યું કે આ વાયરસની બિમારી માનવામાં આવે તેટલી મોટી નથી. માત્ર, તેમાં વધારે સ્વચ્છતા, સાવચેતી અને આત્મસંયમ રાખવાની ખૂબ જરૂર છે. તેમણે જણાવ્યું કે જરા પણ શંકા હોય તો તાત્કાલિક ચેક-અપ કરાવવો જરૂરી છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. 14 દિવસનું આઇસોલેશન એટલા માટે રાખવામાં આવે છે કારણ કે કોરોનાગ્રસ્ત વ્યક્તિ બીજી વ્યક્તિને ચેપ ના લગાવે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top