Tuesday, 07 Jan, 11.18 am વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
ક્રેડિટ કાર્ડથી સુરક્ષિત ઑનલાઇન ખરીદી કેવી રીતે કરશો; મીનિટોમાં જાતે જનરેટ કરે વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ

તાજેતરના વર્ષોમાં ઑનલાઇન ખરીદીનું ચલણ ઝડપથી વધ્યું છે. ઑનલાઇન ખરીદી વધવાની સાથે જ છેતરપિંડી ની ઘટનાઓ પણ વધી છે વાસ્તવમાં, જ્યારે આપ ઑનલાઇન કોઇ સામાન ખરીદો છો તો આપે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વિગતો પણ આપવી પડે છે. સાયબર અપરાધી તેનો જ લાભ ઉઠાવીને સરળતાથી બેન્કિંગ છેતરપિંડી હાથ ધરે છે. જો કે, ઑનલાઇન ખરીદી દરમિયાન છેડરપિંડીના જોખમને વર્ચ્યુઅલ ડેબિટ કે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી બિલકુલ ખતમ કરી શકાય છે.
આવો જાણીએ કે વર્ચ્યુઅલ કાર્ડ કેવી રીતે આ કામ પુરું પાડે છે.
* ઑનલાઇન બેંકિંગથી વર્ચ્યુઅલ કાર્ડ બનાવો :
વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ એક ઇલેક્ટ્રોનિક કાર્ડ છે. તે બેંકની ઑનલાઇન સેવાઓની મદદથી સહેલાઇથી બનાવી શકાય છે. ઑનલાઇન બેંકિંગ લૉગિન કરતા આપને એક ટેબ જોવા મળશે. જેની મદદથી વર્ચ્યુઅલ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ બનાવવાનો વિકલ્પ આપને મળી રહેશે. બેંક આ માટે કોઈ અલગ ફી વસુલતી નથી. વર્ચ્યુઅલ કાર્ડ બનાવવા પર એક અચોક્કસ રીતે જનરેટ નંબર બને છે. આ નંબરનો ઉપયોગ એક સીમિત સમયાવધિની અંદર કોઇ એક લેણ-દેણ કરવા માટે કરી શકાય છે. આ કાર્ડનો ઉપયોગ કરવાથી તમારા અસલી ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો નંબર જણાવવો પડતો નથી.
* કોણ લઇ શકે છે વર્ચ્યુઅલ કાર્ડ :
આપની પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે તો આપ બસ થોડી જ મીનિટોમાં એક વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડને માટે ઑનલાઇન બેંકિગ મારફતે વર્ચ્યુઅલ કાર્ડ જનરેટ કરી શકો છો. જો કાર્ડ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. વર્ચ્યુઅલ કાર્ડ એવી વ્યક્તિઓ માટે પણ ઉપલબ્ધ બની શકે છે, જેમની પાસે ક્રેડિટ કાર્ડ નથી. આ પ્રકારના મામલામાં વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડને ડેબિટ કાર્ડના એકાઉન્ટ નંબર સાથે લિંક કરવામાં આવે છે. 
* સુરક્ષિત છે :
વર્ચ્યુઅલ કાર્ડ એક સીમિત અવધિ સુધી જ સક્રિયા હોય છે. તેનો ઉપયોગ માત્ર એકવાર કરી શકાય છે. બેંક સામાન્ય રીતે એક વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ બનાવવા માટે આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ મોકલે છે. તમારા નંબર ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો કોઇ પણ વેન્ડરને સીધે સીધી આપવી આપના માટે જોખમી છે. આથી, આ કાર્ડ સામાન્ય કાર્ડથી વધારે સુરક્ષિત અને મદદગાર છે.
* 48 કલાક સુધી માન્ય હોય છે વર્ચ્યુઅલ કાર્ડ :
વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ તમે સામાન્ય કાર્ડની જેમ ઑનલાઇન ખરીદી અથવા લેણ-દેણમાં કરી શકો છો. આ કાર્ડ્સમાં પણ તમે વર્ચ્યુઅલ કાર્ડ્સ નંબર, સીવીવી નંબર અને વેલિડિટીની વિગતો મેળવો છો. સામાન્ય રીતે એક વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ્સમાં ન્યુનમમ લેણ-દેણ સીમા રૂપિયા 100 અને મહત્તમ લેણ-દેણ મર્યાદા રૂપિયા 50,000 હોય છે. તેની માન્યતા 24 થી 48 કલાકની વચ્ચે હોય છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top